ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : VMC ના પાપે ભૂલકાઓ કાદવ-કીચડમાંથી પસાર થવા મજબૂર

VADODARA : વડોદરા (VADODARA) માં પાલિકાના પાપે શાળાએ જતા નાના-નાના ભૂલકાઓ કાદવ-કીચડમાંથી પસાર થઇને શાળાએ જવા માટે મબજુર બન્યા છે. શહેરના આજવા રોજ પર આવેલા એકતાનગરના આ દ્રશ્યો પાલિકાની પ્રિમોન્સૂન સહિતની કામગીરીની નિષ્ફળતા સાબિત કરવા માટે પુરતા છે. પાલિકા દ્વારા...
11:11 AM Jul 04, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં પાલિકાના પાપે શાળાએ જતા નાના-નાના ભૂલકાઓ કાદવ-કીચડમાંથી પસાર થઇને શાળાએ જવા માટે મબજુર બન્યા છે. શહેરના આજવા રોજ પર આવેલા એકતાનગરના આ દ્રશ્યો પાલિકાની પ્રિમોન્સૂન સહિતની કામગીરીની નિષ્ફળતા સાબિત કરવા માટે પુરતા છે. પાલિકા દ્વારા ગટર અને પાણીની લાઇન નાંખવા માટે મુખ્ય માર્ગ ખોદી કાઢવામાં આવ્યો હતો. જે કામગીરી પૂર્ણ થયા બાદ યોગ્ય પૂરાણ સહિતનું કામ કરવામાં ન આવતા અહિંયા કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. સાથે જ સ્થાનિકોમાં રોગચાળો ફાટી નિકળે તેવી સ્થિતીનું સર્જન થયું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, દોઢ કિલોમીટરમાં જેટલા રસ્તા પર આ પ્રકારની સ્થિતી સર્જાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગરની સરપ્રાઇઝ વિઝીટ કરી હતી. અને રોડ બનાવવા માટે આદેશ કર્યો હતો. જો કે, આજની સ્થિતી જોઇને મુખ્યમંત્રી બિલકુલ નાખુશ થાય તેમ છે.

ડ્રેનેજ અને પાણીની લાઇન નાંખવામાં આવી

વડોદરા પાલિકા દ્વારા સુખ-સુવિધા ઉભી કરવા જતા લોકોને મુશ્કેલીમાં મુકવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં શહેરના આજવા રોડ પર આવેલા એકતાનગરમાં પાલિકા દ્વારા ડ્રેનેજ અને પાણીની લાઇન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે પૂર્ણ થયા બાદ રોડ પર યોગ્ય પૂરાણ સહિતની કામગીરી કરવામાં નહી આવતા આજે વરસાદ સમયે કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. દુખની વાત છે કે, શાળાઓ જતા નાના-નાના ભૂલકાઓએ કાદવમાંથી પસાર થઇને શાળાઓ જવું પડે છે.

રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત

સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, અહિંયા દોઢ કિમી જેટલા રોડ પર આ પ્રકારની પરિસ્થિતી છે. બાકીના રોડ પર ખાડા અને પાણીના ખાબોચીયા જોવા મળે છે. અહિંયાથી ચાલતા કે વાહન પર જવું મુશ્કેલી ભર્યું છે. આ ગંદકીભરી સ્થિતીના કારણે અહિંયા રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત જોવા મળી રહી છે. આ અંગે સ્થાનિક પાલિકાની કચેરીએ વારંવાર રજુઆત કરવા છતા પણ કોઇ કામગીરી કરવામાં આવી નથી. જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. હવે આ મામલો ઉજાગર થયા બાદ કેટલા સમયમાં પાલિકાનું નિંદ્રાધીન તંત્ર કામ કરે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો --  VADODARA : ભાજપમાં ભાંજગડ, કોર્પોરેટરો વચ્ચે સંકલનનો અભાવ

Tags :
afterchildrendrainageFAILLineRepairRoadSuffertoVadodaraVMCwaterWork
Next Article