VADODARA : સુરક્ષા કારણોસર હોસ્પિટલ, લાઇબ્રેરી સહિત અનેક સ્થળે નોટીસ
VADODARA :રાજકોટ ગેમઝોન દુર્ઘટના (RAJKOT GAMEZONE TRAGEDY) માં 28 જેટલા લોકોના મૃત્યુ થયા બાદથી લઇને વડોદરા પાલિકા (VADODARA VMC) એક્શનમાં આવ્યું છે. અને ફાયર સેફ્ટી, તથા એન્જિનીયરીંગ સંલગ્ન બાબતોને લઇને સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહિ તેની સઘન ચકાસણી હાથ ધરી રહ્યું છે. વિતેલા 24 કલાકમાં ફાયર વિભાગની 6 ટીમો અને ઝોન દીઠ 2 ટીમો મળીને 14 ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે પૈકી મહત્વની ગણાતી એસએસજી હોસ્પિટલની ન્યૂ ટેક્નિકલ બિલ્ડીંગ અને લાઇબ્રેરીને નોટીસ પાઠવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સાથે જ ફાયર સહિત અલગ અલગ સુરક્ષાના કારણોસર મદાર માર્કેટ પણ સીલ કરી દેવામાં આવ્યું હતું.
6 એકમોને સીલ કરી દેવામાં આવ્યા
પાલિકાની સંયુક્ત ટીમ દ્વારા ઉત્તરઝોનમાં વિક્ટ્રી બિલ્ડીંગ, કુંલ સોલીસીટર, વર્મા ગેસ પ્રાઇવેટ લી. સહિત 9 સ્થળોએ તપાસ કરી તમામને નોટીસ પાઠવી છે. પશ્ચિમ ઝોનમાં 6 એકમોની તપાસ કરી 2 ને નોટીસ પાઠવવામાં આવી હતી. સાથે સાથે પુષ્પમ હોસ્પિટલ, માહી બ્યુટી પાર્લર, સહારા મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર, ન્યુ વેરાયટી મોબાઇલ શોપ મળીને 4 મિલકતો સીલ કરવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં અગાઉના સમયમાં નોટીસો પાઠવવામાં આવી હતી. તેની પુર્તતા નહી કરનાર વિઠ્ઠલેશ હોસ્પિટલ, માધન ટીમ્બર માર્ટ મળી 2 મિલકતો સીલ કરી દેવામાં આવી છે. આમ, ત્રણ ઝોનમાં કુલ મળીને 15 સ્થળોની તપાસ દરમિયાન 11 સંસ્થાઓને નોટીસ આપવામાં આવી છે. અને 6 એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે.
11 એકમોને બી - 10 નોટીસ
ઉપરાંત ફાયર વિભાગની 6 ટીમ દ્વારા 20 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 2 - મોલ, 1 - હોસ્પિટલ, 2 - હોટલ, 2 - સ્કુલ / યુનિવર્સિટી તથા અન્ય 11 એકમોને બી - 10 નોટીસ પાઠવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે પૈકી સ્નેહ સુધા એપાર્ટમેન્ટ ( સુરસાગર ), કોર્નર પોઇન્ટ હાઇટ્સ ( વડસર કલાલી ), માય ફેર ( વડસર ), સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 1 ( લક્ષ્મીપુરા રોડ ), કળશ ઈ લાઈટ ટાવર A & B ( ભાયલી ), રોનક રોકસ ( હરીનગર બ્રિજ ), ધ ફ્લોરેન્સ ( ભાયલી ), શુભમ પાર્ક ( ગોરવા આઈ.ટી.આઈ ), ન્યુ ટેકનિકલ બ્લોક ( SSG ), લાઇબ્રેરી બિલ્ડીંગ ( SSG ), બરોડા સિટી મોલ ( માંજલપુર ), વૃંદાવન મોલ ( વાઘોડિયા રોડ ), લિટલ ફ્લાવર સ્કૂલ ( પાદરા ), રિદ્ધિ મનહર હોસ્પિટલ ( પાદરા ), આશીર્વાદ હોટલ ( પાદરા ), સહયોગ હોટલ ( પાદરા ), માહી રિસોર્ટ ( પાદરા ) ને નોટીસ પાઠવવામાં આવી છે. જ્યારે મધર સ્કૂલ ( પાદરા ), ઝેન સ્કૂલ ( પાદરા ), કેલથા રિસર્ચ સેન્ટર ( વડસર ) માં સુવિધાઓ યોગ્ય જણાઇ આવી હતી.
આ પણ વાંચો -- VADODARA : ચોમાસા પહેલા રોડ પર ભૂવાની દસ્તક