VADODARA : VMC માંથી મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ બેઝ્ડ પટાવાળાઓની રવાનગી
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) માં કોન્ટ્રાક્ટ આધારિત પટાવાળાઓની ભરતીને લઇને વિરોધ પક્ષના નેતા અવાજ ઉઠાવી રહ્યા હતા. તાજેતરમાં પટાવાળાઓને નક્કી કરેલા ધોરણ પ્રમાણે પગાર પણ આપવામાં ન આવતો હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ અચાનક ગતસાંજે 25 પટાવાળાઓને છુટ્ટા કરી દેવામાં આવ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. જેને લઇને હવે વધુ એક વખત વિરોધ પક્ષના નેતા સામે આવ્યા છે.
25 પટાવાળાઓની રવાનગી
વડોદરા પાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ પટાવાળાની ભરતીની શરૂઆતથી જ વિરોધ પક્ષના નેતા દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં તેમને નક્કી કરેલા ધોરણ મુજબ પગાર આપવામાં ન આવતો હોવાનું તેમણે જણાવ્યું હતું. અને આ અંગે તપાસ કરવા માટે પુરાવાસહ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. તેવામાં ગત સાંજે 25 પટાવાળાઓની રવાનગી કરી દેવામાં આવી હોવાનું સપાટી પર આવ્યું છે. જેને લઇને વધુ એક વખત તેઓ મેદાને આવ્યા છે.
કરારને ફેરબદલ કરીને 2 મહિનાનો કરી દીધો
પાલિકાના વિરોધપક્ષના નેતા અમી રાવત જણાવે છે કે, પાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત 100 પટાવાળાની ભરતી થઇ છે. તેમને મળવા પાત્ર કરતા પગાર કરતા ઓછા પગાર મળે છે. તાજેતરમાં ફરિયાદ ચાલી હતી. જે બાદ કોન્ટ્રાક્ટરે તેમને પગાર કર્યો હતો. સાથે જ પીએફ નથી ભરાતું, હજી સુધી તેમને યુઆઇડી નંબર નથી આપ્યા. આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. તેમાંથી 25 જેટલા પટાવાળાઓને છુટ્ટા કરી દેવામાં આવ્યા છે. તેમના 11 મહિનાના કરારને ફેરબદલ કરીને 2 મહિનાનો કરી દીધો છે. જે અંગે આજે ફરી રજુઆત કરી હતી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ અંગે રીવ્યુ કરવાની વાત કરી છે. અને કોન્ટ્રાક્ટ પ્રમાણે જ કામગીરી થાય તેવું આશ્વાસન આપ્યું છે.
મીલીભગતથી આ કાર્ય ચાલી રહ્યું છે
વધુમાં તેમણે જણાવ્યું કે, જ્યારથી ટેન્ડર આપવામાં આવ્યું, ત્યારથી જ અમે વિરોધ કર્યો હતો. પ્યુન અને વર્ગ - 4 નો કોઇ પણ ઓફીસનું બેકબોન હોય છે. તેમની કાર્યક્ષમતા પર ઓફીસની કાર્યક્ષમતા હોય છે. તેમનું શોષણ થાય છે. રજાના દિવસે કામ કર્યા બાદ તેનો પગાર આપવામાં આવતો નથી. મીલીભગતથી આ કાર્ય ચાલી રહ્યું છે. જેનો અમે વિરોધ કરીએ છીએ.
આ પણ વાંચો -- VADODARA : પાલિકાની કચેરીએ ફાયર સિસ્ટમ “અપગ્રેડ” કારઇ