Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : દુકાને જાઉં છું, કહી નિકળેલા ઘરના મોભીનો કોઇ પત્તો નહી

VADODARA : વડોદરા પાસે વરણામા પોલીસ મથક (VARNAMA POLICE STATION) ની હદમાં દુકાને જાઉં છું, કહી નિકળેલા ઘરના મોભીનો આજદિન સુધી કોઇ પત્તો નહી લાગતા તેમના પત્નીએ પોલીસ મથકમાં નોંધ કરાવી છે. જે બાદ લાપતા શખ્સને શોધી કાઢવા માટેની વધુ...
vadodara   દુકાને જાઉં છું  કહી નિકળેલા ઘરના મોભીનો કોઇ પત્તો નહી

VADODARA : વડોદરા પાસે વરણામા પોલીસ મથક (VARNAMA POLICE STATION) ની હદમાં દુકાને જાઉં છું, કહી નિકળેલા ઘરના મોભીનો આજદિન સુધી કોઇ પત્તો નહી લાગતા તેમના પત્નીએ પોલીસ મથકમાં નોંધ કરાવી છે. જે બાદ લાપતા શખ્સને શોધી કાઢવા માટેની વધુ તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

પરત ફર્યા ન્હતા

વડોદરા પાસે વરણામા પોલીસ મથકની હદમાં રસીકભાઇ ગોવિંદભાઇ વાળંદ (ઉં . 53) જિલ્લાના રૂવાદ પંચવટી ફળિયામાં રહેતા હતા. 18, મે ના રોજ સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ ઘરેથી કાયાવરોહણ ગામે આવેલસી દુકાને જાઉં છું તેમ કહીને નિકળ્યા હતા. ત્યાર બાદ મોડી સાંજ સુધી તેઓ પરત ફર્યા ન્હતા. બાદમાં પરિજનો દ્વારા તેમના મિત્ર, નિકટના વ્યક્તિઓ સાથે સંપર્ક કરીને તેમની ભાળ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેમાં કોઇ સફળતા મળી શકી ન્હતી.

Advertisement

મીસીંગ પર્સનની ફરિયાદ

આખરે લાપતા રસીકભાઇ હરગોવિંદભાઇ વાળંદના પત્ની ભાવનાબેન દ્વારા વરણામા પોલીસ મથકમાં મીસીંગ પર્સનની ફરિયાદ કરવામાં આવી છે. જે બાદ લાપતા રસીકભાઇની ભાળ મેળવવા માટેની તજવીજ તેજ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલાની તપાસ હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ ભોટીયાભાઇ આગળ ધપાવી રહ્યા છે.

બે ભાષાના જાણકાર

ગુમ થનારના વર્ણન અનુસાર, તેમણે મરૂન કલરનો શર્ટ અને કાળા કલરનો પેન્ટ પહેર્યો છે. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. હવે પરિવારે લાપતા રસીકભાઇની ભાળ મેળવવા માટે તમામ પ્રયત્નો કર્યા પરંતુ તેમાં સફળતા મળી ન્હોતી. હવે આ મામલે પોલીસ તપાસમાં કેટલા સમયમાં રસીકભાઇ મળી આવે છે તેના પર પરિજનોની નજર છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ડેન્ટિસ્ટ અને પેશન્ટ વચ્ચેની મગજમારીમાં પોલસની એન્ટ્રી

Tags :
Advertisement

.