VADODARA : ધૂળેટી પૂર્વે લાકડાના વ્હેર વચ્ચે સંતાડેલો દારૂનો જથ્થો જપ્ત કરતી વરણામા પોલીસ
VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં ધૂળેટી પૂર્વે ઘરમાં મુકેલી પીપમાં લાકડાના વ્હેર વચ્ચે સંતાડી રાખેલો દારૂનો જથ્થો વરણામા પોલીસે (VARNAMA POLICE) પકડી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ઘરમાં રાખવામાં આવેલા 7 પીપમાંથી દારૂ મળી આવ્યો છે. જે મામલે વરણામા પોલીસ મથકમાં બે આરોપીઓ સામે પ્રોહીબીશનની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉરપોક્ત મામરે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમી મળતા ટીમે સ્થળ પર દરોડા પાડ્યા
ધૂળેટી પૂર્વે વડોદરા જિલ્લામાં પ્રોહીબીશનની અમલવારીને લઇ પોલીસ બંદોબસ્ત જારી હતો. તેવામાં વરણામાં પોલીસને બાતમી મળતા ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં પીપળામાં લાકડાના વ્હેર વચ્ચે સંતાડી રાખવામાં આવેલી દારૂની બોટલો જપ્ત કરવામાં સફળતા મળી છે. આ મામલે બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
એકબીજાની મદદગારી કરતા
જિલ્લામાં તહેવારોને લઇ પ્રોહીબીશનની કાર્યવાહી સઘન બનાવવા માટે પોલીસની ટીમો કાર્યરત હતી. તેવામાં બાતમી મળી કે, વિપુલસિંહ જશવંતસિંહ ચાવડા (રહે. શંકરપુરા, વડોદરા) અને કનુભાઇ ભાઇલાલભાઇ ઠાકરડા (રહે. ખટંબા) બંને એકબીજાની મદદગારીમાં મોટો પ્રમાણમાં નવી નગરીમાં આવેલા કનુભાઇ ભાઇલાલભાઇ ઠાકરડા મકાનમાં દારૂ સંતાડેલો છે.
લાકડાનો વ્હેર હટાવીને જોતા મળી બોટલો
બાતમીના આધારે સ્થળ પર જતા બંને આરોપીઓ મળી આવ્યા ન હતા. ઘરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવતા ઓરડીમાંથી 7 જેટલા લોખંડના પીપ મળી આવ્યા હતા. આ પીપમાં પ્રાથમિક દ્રષ્ટિએ લાકડાનો વ્હેર મુકી રાખવામાં આવ્યો હતો. લાકડાનો વ્હેર હટાવીને જોતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
બે આરોપીઓ વોન્ટેડ જાહેર
એકપછી એક 7 લોખંડના પીપ ખાલી કરતા તેમાંથી 2080 નંગ દારૂની બોટલ રિકવર કરવામાં આવી હતી. જેની કિંમત રૂ. 2.05 લાખ આંકવામાં આવી રહી છે. સમગ્ર કાર્યવાહીમાં વરણામા પોલીસ મથકમાં બે આરોપીઓ સામે પ્રોહીબીશનની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કાર્યવાહીમાં વિપુલસિંહ જશવંતસિંહ ચાવડા (રહે. શંકરપુરા, વડોદરા) અને કનુભાઇ ભાઇલાલભાઇ ઠાકરડા (રહે. ખટંબા) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો -- Every Vote Counts: ગુજરાતના કેટલાક એવા મતદાન મથકો, જે ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરે છે