VADODARA : સગીરા પર દુષ્કર્મના આરોપી સંત પર ગાળિયો કસાયો
VADODARA : વડોદરા (VADODARA) ના વાડી વિસ્તારમાં આવેલા, વડતાલ સ્વમીનારાયણ મંદિરના તાબા હેઠળના મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામી સામે ગતરોજ વાડી પોલીસ મથકમાં પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વર્ષ 2016 માં તેમના દ્વારા ગિફ્ટ આપવાના બહાને સગીરાને બોલાવાની તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે બાદ પીડિતાએ ગતરોજ હિંમતભેગી કરીને વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ, દુષ્કર્મ કેસમાં આરોપી સંત પોલીસની ધરપકડથી દુર છે. તે વિદેશ ભાગી જવાની શક્તાઓને ધ્યાને રાખીને લુક આઉટ નોટીસ ઇશ્યુ કરવામાં આવી હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.
જગત પાવન સ્વામી
પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
વડોદરાના વાડી વિસ્તારમાં, વડતાલ સ્વામીનારાયણ મંદિરના તાબા હેઠળનું મંદિર આવેલું છે. વર્ષ 2016 માં આ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામી હતા. તે દરમિયાન તેમણે એક સગીરાને ગિફ્ટ આપવાના બહાને મંદિરના નીચેના ભાગમાં બોલાવીને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ગતરોજ ભોગબનનાર પીડિતાએ હિંમત ભેગી કરીને વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આખરે સમગ્ર મામલે વાડી પોલીસ મથકમાં પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
લુક આઉટ નોટીસ ઇશ્યુ
સુત્રોના જણાવ્યા અનુસાર, હાલની સ્થિતીએ જગત પાવન સ્વામી વડોદરામાં રહેતા ન્હતા. તેઓ વડતાલના સંત નિવાસમાં આશરો લેતા હોવાનું છેલ્લા જાણવા મળ્યું હતું. ફરિયાદ નોંધાયા બાદથી તેઓ પોલીસની પકડથી દુર છે. સગીરા પર દુષક્ર્મનો આરોપી સંત વિદેશ ભાગી જવાની શક્યતાઓને ધ્યાને રાખીને પોલીસ દ્વારા લુક આઉટ નોટીસ ઇશ્યુ કરવામાં આવી છે. જેને લઇને દુષ્કર્મના આરોપી સંત પર ગાળિયો વધુ કસાયો છે.
સુત્રધાર ફિરાકમાં હતો
લુક આઉટ નોટીસથી તાજેતરમાં જ વડોદરા પોલીસને મોટી સફળતા મળી હોવાનું સામે આવ્યું હતું. તાજેતરમાં વડોદરામાં નકલી અશાંકધારાનો હુકમ બનાવ્યાનો કિસ્સો સામે આવ્યો હતો. જે પૈકી મુખ્યસુત્રધાર વિદેશ નાસી જવાની ફિકારમાં હોવાથી તેના વિરૂદ્ધ લુક આઉટ નોટીસ ઇશ્યુ કરવામાં આવી હતી. નોટીસ ઇશ્યુ કરવામાં આવતા આરોપીને મુંબઇ એરપોર્ટ પરથી ઇમીગ્રેશન અધિકારી દ્વારા અટકાવી દેવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ વડોદરા પોલીસે આરોપીનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો -- Vadodara: પાવન સ્વામીની પાપલીલા! 14 વર્ષની યુવતી પર નવ વર્ષ સુધી આચરતો રહ્યો દુષ્કર્મ