Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સગીર બાઇક ચાલક દ્વારા અકસ્માતમાં મોડે મોડે તપાસનો સળવળાટ

VADODARA : શહેરના લક્ષ્મીપુરા પોલીસ મથક (LAKSHMIPURA POLICE STATION - VADODARA) હદ વિસ્તારમાં 8 માર્ચ, 24 ના રોજ અકસ્માતની ઘટના બની હતી. જેમાં નોકરી પરથી પરત ફરી રહેલી નેન્સી બાવીશીને સ્પોર્ટસ બાઇકના ચાલક દ્વારા ટી આકારે ટક્કર મારવામાં આવી હતી....
vadodara   સગીર બાઇક ચાલક દ્વારા અકસ્માતમાં મોડે મોડે તપાસનો સળવળાટ

VADODARA : શહેરના લક્ષ્મીપુરા પોલીસ મથક (LAKSHMIPURA POLICE STATION - VADODARA) હદ વિસ્તારમાં 8 માર્ચ, 24 ના રોજ અકસ્માતની ઘટના બની હતી. જેમાં નોકરી પરથી પરત ફરી રહેલી નેન્સી બાવીશીને સ્પોર્ટસ બાઇકના ચાલક દ્વારા ટી આકારે ટક્કર મારવામાં આવી હતી. જેમાં નેન્સીને અતિગંભીર ઇજાઓ પહોંચી હતી. આજરોત મામલાની તપાસ અંગે જાણકારી આપવા માટે એસીપી આર.ડી. કવા દ્વાા પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. અકસ્માત બાદથી નેન્સી બાવીશી કોમામાં છે. આજે આ ઘટનાનો 88 મો દિવસ થયો છે. ત્યારે તપાસનો સળવળાટ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં પોલીસ અધિકારીની ઢીલાશ નકારી શકાય તેમ નથી.

Advertisement

41 એ મુજબ નોટીસ પાઠવવામાં આવી

ACP આર. ડી. કવા જણાવે છે કે, 8 માર્ચના રોજ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં અકસ્માતની ઘટના બની હતી. ભોગબનનાર નેન્સીબેન બાવીસી ગોત્રી રોડ પર રહેતા હતા. તેઓ ટુ વ્હીલર નોકરી પરથી આવી રહ્યા હતા, ત્યારે સ્પોર્ટસ બાઇકના ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. જેમાં નેન્સીબેન પડી ગયા હતા, અને તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. આ અનુસંધાને પોલીસ કાર્યવાહીમાં સગીર આરોપી પણ હોસ્પિટલાઇઝ્ડ હતો. આરોપી સગીર હોવાથી જુવેનાઇલ જસ્ટીસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી માઇનોર હોવાથી તેમને 41 એ મુજબ નોટીસ પાઠવવામાં આવી છે. નોટીસ અનુસંધાને કાર્યવાહી કરવામાં આવી છે. તેનો રેકોર્ડ છે. નોટીસ એટલે એક રીતનું એરેસ્ટ જ ગણાય. પરંતુ તે જુવેનાઇલ હોવાના કારણે તેને કસ્ટડીમાં નથી લઇ શકતી. એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.

કલમ ઉમેરવા માટે રીપોર્ટ આપવામાં આવ્યો

તેમણે વધુમાં જણાવ્યું કે, બાળકના પિતા સામે કોર્ટમાં કલમ ઉમેરો કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તે ઉમેરો કોર્ટમાં સ્વિકાર થયા બાદ વધુ કાર્યવાહી થશે. તેમના પિતાને નોટીસ આપવામાં આવી છે. કોર્ટમાં કલમ ઉમેરવા માટે રીપોર્ટ આપવામાં આવ્યો છે. કોર્ટે નક્કી કર્યા બાદ અમે કાર્યવાહી કરીશું. બાઇક સગીરના પિતાના નામનું હતું. સીસીટીવીને તપાસના કામે સાથે રાખવામાં આવી છે. હાલ આ મામલાની કાર્યવાહી ચાલુ છે. અમે ભોગબનનારને હંમેશા ન્યાય મળે તેવા અમરા પ્રયાસો હોય છે. તપાસ અધિકારી તરફથી કોઇ મોડ઼ું થયું હોય તો તેના વહીવટી (એડમિનિસ્ટ્રેટીવ) કારણો હશે.

Advertisement

5 વખત ડોક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો

તેમણે વધુમાં ઉમેર્યું કે, આરોપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીના બ્લડ ટેસ્ટ, આલ્કોહોલ ટેસ્ટ અંગેના કાગળિયા મંગાવીને તપાસ કરવામાં આવશે. તપાસમાં ખામી હશે, તો તે દિશામાં કાર્યવાહી કરવામાં આવનાર છે. સગીરના પિતા સામાન્ય વેપારી છે. પોલીસે જે કાર્યવાહી કરવાની હતી, તે સમયસર કરવામાં આવી છે. ભોગબનનાર નિવેદન આપી શકે તેવી સ્થિતીમાં છે કે નહિ તે અંગે 5 વખત ડોક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અત્યારે તે બોલી શકે છે, પરંતુ અમુક સેન્સ કામ નથી કરતી તેવું જાણવા મળ્યું છે. સગીરના પિતાને ગઇ કાલે નોટીસ આપવામાં આવી છે, આ વાત તપાસનીશ અધિકારીના સામે આવતા કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો -- VADODARA : “ખેતરમાં ગાયો કેમ ચારી ?”, કહી મહિલા પર હુમલો

Advertisement

Tags :
Advertisement

.