Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બાઇકની હેડલાઇટ સુધી પહોંચેલુ સાપનું બચ્ચુ રેસ્ક્યૂ

VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસામાં વન્યજીવો મગર, અજગર અને સાપ તથા અન્ય રહેણાંક વિસ્તારો પાસે જોવા મળતા હોય છે. હજી જો વરસાદનો માહોલ જામી રહ્યો છે, તેવામાં જ સરીસૃપ નિકળવાની ઘટનાઓ સામે આવી છે. દરમિયાન ગતરાત્રો વાઘોડિયામાં બાઇકની હેડલાઇટ...
vadodara   બાઇકની હેડલાઇટ સુધી પહોંચેલુ સાપનું બચ્ચુ રેસ્ક્યૂ

VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસામાં વન્યજીવો મગર, અજગર અને સાપ તથા અન્ય રહેણાંક વિસ્તારો પાસે જોવા મળતા હોય છે. હજી જો વરસાદનો માહોલ જામી રહ્યો છે, તેવામાં જ સરીસૃપ નિકળવાની ઘટનાઓ સામે આવી છે. દરમિયાન ગતરાત્રો વાઘોડિયામાં બાઇકની હેડલાઇટ સુધી પહોંચેલુ સાપનું બચ્ચુ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સાપના બચ્ચાને જોતા એક વખત તે ફેણ તાણીને સામે જોઇ રહ્યું હતુ. જો કે. વોલેન્ટીયર્સ દ્વારા સાવચેતી પૂર્વક તેને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

સાપનું બચ્ચુ રેસ્ક્યૂ કરવામાં આવ્યું

વડોદરાની મધ્યમાંથી નદી પસાર થતી હોવાના કારણે જળચર જીવો માનવ વસવાટ વચ્ચે જીવી રહ્યા છે. ખાસ કરીને ચોમાસાની રૂતુમાં જળચર જીવો અને માનવીનો આમનો સામનો થાય તેવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે ગતરાત્રે બાઇકની હેડલાઇટ સુધી પહોંચેલુ સાપનું બચ્ચુ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

આશરે કલાક જેટલી મથામણ ચાલી

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વાઘોડિયા વિસ્તારમાં બાઇકની હેડલાઇટના આગળના ભાગમાં સાપ આવી ગયો હોવાનો કોલ રેસ્ક્યૂઅરને મળ્યો હતો. તેમણે તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. બાઇકની હેડલાઇટમાં સાપ દેખાતા ચાલક ડરી ગયો હતો. જો કે, બાદમાં તેણે રોડ સાઇડમાં બાઇક ઉભી રાખી દીધી હતી. દરમિયાન ત્યાં પહોંચેલા રેસ્ક્યૂઅર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશરે કલાક જેટલી મથામણ બાદ સાપને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. એક તબક્કે સાપનું બચ્ચુ ફેણ તાણીને રેસ્ક્યૂ કરનારાઓની સામે જોઇ રહ્યું હતું. જો કે બાદમાં તે હેડલાઇટ નીચે સંતાવવાનો પ્રયત્ન કરતું નજરે પડ્યું હતું. જીવદયા માટે કામ કરતા યશ તડવી અને સ્નેહલ પટેલ દ્વારા સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વગર મંજૂરીએ નામકરણ કરાયેલા સર્કલ પર તક્તી ઢંકાઇ

Advertisement
Tags :
Advertisement

.