VADODARA : નબળુ પુરાણ કરતા વરસાદમાં રોડનો ભાગ બેસી ગયો
VADODARA : વડોદરા (VADODARA) માં ગતરાત્રે મેઘરાજાએ જોરદાર બેટીંગ કરી હતી. તે બાદ શહેરના તાંદલજા વિસ્તારમાં પત્રકાર ચાર રસ્તા નજીકની સન્મોદ સોસાયટી સામે આવેલા મુખ્ય માર્ગ પર અગાઉ ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ નબળુ પુુરાણ કરવામાં આવતા જમીન બેસી ગઇ હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા મુકવામાં આવ્યો છે. જમીન બેસી ગઇ હોય તે સ્થળ નજીક નાનો ભુવો પણ પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગેથી લોકોને અવગત કરાવવા માટે સ્થાનિકોએ જાતે જ આડાશ ઉભી કરી છે. આમ, પહેલા વરસાદમાં જ પાલિકાની કામગીરીની પોલ ખુલી જવા પામી છે.
તાત્કાલીક આડાશ ઉભી કરી
વડોદરામાં ગતરાત્રે મેઘરાજાની જોરદાર બેટીંગ બાદ પાલિકાની નબળી કામગીરી સામે આવી છે. જેમાં અગાઉ ડ્રેનેજ લાઇનનું કામ કર્યું હતું, તે જગ્યાએ પૂરાણ કરીને બનાવવામાં આવેલો રોડનો ભાગ બેસી ગયો હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. સાથે જ નજીકમાં ભૂવો પડ્યો છે. ભૂવાથી બચાવવા માટે સ્થાનિકોએ તાત્કાલીક આડાશ ઉભી કરી છે. સ્થાનિકો દ્વારા તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
આશંકા સમયે વ્યક્ત કરી હતી
સ્થાનિક અગ્રણી વસીમ શેખ મીડિયાને જણાવે છે કે, પ્રિ મોન્સૂન કામગીરી સમયે મેં સવાલો ઉઠાવ્યા હતા. તાંદલજા વિસ્તારના મુખ્ય માર્ગ છે. થોડા સમય પહેલા તાંદલજામાં ડ્રેનેજ લાઇન નાંખવામાં આવી હતી. તે વખતે અમે કામગીરી નબળી થતી હોવાનો અવાજ ઉઠાવ્યો હતો. આ રોડ બેસી જશે તેવી આશંકા તે સમયે વ્યક્ત કરી હતી. નામનું પેચ વર્ક કરવામાં આવ્યું હતું. આજે રોડ બેસી જવાની સાથે નજીકમાં ભૂવો પડ્યો છે. પબ્લીક માટે કામગીરી કરવામાં આવી નથી. તાંદલજામાં તમે જુઓ તો રોડ, તળાવ, કાંસ, ઝાડ ટ્રીમીગ કરવા જે અંગે કોઇ નક્કર કામગીરી થઇ નથી. આ કામગીરી માત્ર કાગળ પર છે. અમે અવાજ ઉઠાવીએ ત્યારે અધિકારીઓ જાગે છે.
આ પણ વાંચો -- VADODARA : પહેલા વરસાદમાં જ અંડરપાસમાંથી નાવડી લઇને જવું પડે તેવી સ્થિતી