Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : BJP માંથી સસ્પેન્ડેડ ડો. જ્યોતિ પંડ્યાએ કહ્યું, "AAP સંપર્કમાં, મારૂ મન કેસરિયુ છે"

VADODARA : ભાજપ દ્વારા લોકસભા (LOKSABHA - 2024) ની બીજા તબક્કાની ટીકીટ જાહેર કરતા વડોદરાના રાજકારણમાં ભડકો થઇ ગયો છે. ભાજપે સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને ટીકીટ આપી છે. જે બાદ ભાજપના સિનિયર નેતા ડો. જ્યોતિબેન પંડ્યા દ્વારા ખુલ્લેઆમ...
vadodara   bjp માંથી સસ્પેન્ડેડ ડો  જ્યોતિ પંડ્યાએ કહ્યું   aap સંપર્કમાં  મારૂ મન કેસરિયુ છે

VADODARA : ભાજપ દ્વારા લોકસભા (LOKSABHA - 2024) ની બીજા તબક્કાની ટીકીટ જાહેર કરતા વડોદરાના રાજકારણમાં ભડકો થઇ ગયો છે. ભાજપે સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને ટીકીટ આપી છે. જે બાદ ભાજપના સિનિયર નેતા ડો. જ્યોતિબેન પંડ્યા દ્વારા ખુલ્લેઆમ આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે પોતાની વાત પક્ષના નેતાઓ સમક્ષ મુકતા જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેઓ આજે વધુ એક વખત મીડિયા સમક્ષ આવ્યા છે. અને પોતાની વાત મુકી છે.

Advertisement

વડોદરા શહેરના હિતની વાત કરવી જોઇએ

ભાજપમાં 30 વર્ષ સક્રિય રહ્યા બાદ નિષ્કાસિત ડો. જ્યોતિબેન પંડ્યા જણાવે છે કે, દેશમાં લોકશાહી છે. હું રાજકીય ગતિવીધીમાં કામ કરતી વ્યક્તિએ આવી વાત કરી. ત્યારે આજે તે લોકો (AAP) શહેરમાં છે તેમ મેં જાણ્યું. મારો સંપર્ક કર્યો છે. મારૂ મન કેસરિયું છે, તમને બધાને ખબર જ છે. મોદી સાહેબ મારા આદર્શ છે. દેશને તેમના વિકાસની રાજનિતી ગમે છે. ચૂંટણી જ લડવવાને લઇને મારૂ મોટુ પ્રયોજન છે તેમ નથી. પરંતુ ક્યાંક વડોદરા શહેરના હિતની વાત કરવી જોઇએ તે મારી ઇચ્છા હતી. જે મેં કરી. ત્યાર પછી વધારેને વધારે વડોદરા વાસીઓ મારી સાથે જોડાઇ રહ્યા છીએ. મેં ગુજરાતમાં કેસરી મારી સખી નામનું વોટ્સએપ ગ્રુપ કર્યું હતું. મારૂ મન કેસરિયું છે. સંપર્ક કોઇ પણ કરી શકે. હજી કંઇ પણ કહેવું જલ્દી હશે.

મોટી પાર્ટીમાં આમ કરવું પોલીટીકલ સ્યુસાઇડ છે

તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી સંપર્કમાં છે. મેં કોઇ મન બનાવ્યું નથી. ચૂંટણી લડવી કે નહિ તે અંગે વડોદરાના મિત્રો સાથે વાત કરું છું. ચૂંટણીનો વિષય દુરનો છે. મારો મત ગઇ કાલે મુક્યો. વડોદરા વિકાસ ઝંખે છે. જાગૃત છે, અને શિસ્તબદ્ધ છે. રાજકીય પક્ષોમાં કોઇ બુમ પાડીને ચાલતા પ્રવાહમાં ઉધી વાત કરે તો થઇ જાય. મોટી પાર્ટીમાં આમ કરવું પોલીટીકલ સ્યુસાઇડ છે. હું પોતે ઓફિસ બેરીયર તરીકે રહી છું.તેને લઇને ઘણાબધાને દુખ છે. ઘણી બહેનો રડે પણ છે. પણ હું શું કરું ! આ ઘટનાક્રમ થયો છે.

Advertisement

આવનાર સમયમાં વડોદરા ઝગમગતું થાય

તેમણે ઉમેર્યું કે, મેં મારા મનની વાત ગઇ કાલે કહી દીધી, યોગ્ય ઉમેદવારનો ટીકીટ આપવી જોઇએ. તમે મને સસ્પેન્ડ કરી દીધી છે. વડોદરા પાસે અનેક ઉમેદવાર છે. આ તો મોદીજીની સીટ છે. મોદીજી સ્વયં સ્વામી છે. તેમણે ડેવલોપમેન્ટને લઇને કમિટમેન્ટ કર્યા છે. મોદી સાહેબ જેવું હોય પછી આપણે શું જોઇએ. ઇચ્છીએ છીએ કે વડોદરાનો વિકાસ થાય. આવનાર સમયમાં વડોદરા ઝગમગતું થાય, બધાને સંતોષ થાય. ભાજપ વિદ્વાનોની પાર્ટી છે. હું ખુબ નાની વ્યક્તિ છું. મારૂ ચોક્કસ માનવું છે કે, વડોદરાને વિકાસની જરૂર છે. મેં ખપી જવાની તૈયારી સાથે ગઇ કાલનું પગલું લીધું. તે મારૂ વડોદરાને કમિટમેન્ટ છે. રંજનબેનને મેં જયશ્રી રામ કહ્યું હતું.હું મહિલા તરીકે બધાયને સન્માન કરું છું. હું સમર્પિત કાર્યકર્તા રહી છું. જે મીનીટે મને લાગ્યું કે હવે આ મારાથી નહિ થાય ત્યારે મેં સામી છાતીએ કહ્યું.

લોકશાહી દેશની તાકાત છે

તેઓ જણાવે છે કે, જ્યોતિબેનને વડોદરાના લોકોનો દોરીસંચાર છે. તેઓ જે કહેશે તેમ કરીશ. ભાજપે સસ્પેન્ડ કર્યા બાદ મને કોઇ દુખ નથી. સસ્પેન્ડ કરવામાં ક્યાં સાહેબો કમખુદા છે. દેશની લોકશાહીને જ્વલંત રાખવા બીજી પાર્ટી પણ હોવી જોઇએ. દેશમાં દરેક વાતને રજૂઆત કરનારા અને જનતાના વિચારોને આગળ લાવવનારા પણ હોવા જોઇએ. લોકશાહી દેશની તાકાત છે. મારૂ મન કેસરિયું છે. હું મરી જાઉં તો કેસરિયુ અડાડજો.

Advertisement

આ પણ વાંચો --VADODARA : પદ્માવતી શોપીંગ સેન્ટરના વેપારીઓનો વિરોધ, વૈકલ્પિક વ્યવસ્થા પહેલા તૈયાર કરવા માંગ

Tags :
Advertisement

.