Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : મોતના મુખમાંથી 13 વર્ષીય સુફિયાનો આબાદ બચાવ, Gujarat First ને જણાવી ગોઝારી ઘટનાની સમગ્ર હકીકત

વડોદરાના (Vadodara) હરણી તળાવમાં (Harani Lake) 12 બાળકો અને 2 શિક્ષિકા મળી કુલ 14 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ગઈકાલની આ ગોઝારી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આ હચમચાવે એવી ઘટનામાં 13...
vadodara   મોતના મુખમાંથી 13 વર્ષીય સુફિયાનો આબાદ બચાવ  gujarat first ને જણાવી ગોઝારી ઘટનાની સમગ્ર હકીકત

વડોદરાના (Vadodara) હરણી તળાવમાં (Harani Lake) 12 બાળકો અને 2 શિક્ષિકા મળી કુલ 14 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ગઈકાલની આ ગોઝારી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આ હચમચાવે એવી ઘટનામાં 13 વર્ષની સુફિયા સૌકત શેખનો આબાદ બચાવ થયો છે. સુફિયા સૌકત શેખે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કેટલાક મોટા ખુલાસા કર્યા છે.

Advertisement

વડોદરાની (Vadodara) ન્યૂ સનરાઇઝ સ્કૂલના (New Sunrise School) વિદ્યાર્થીઓને સ્કૂલ પ્રવાસ હેઠળ હરણી લેક ઝોન પર લઈ જવાયા હતા. ત્યાં બોટિંગ દરમિયાન ક્ષમતાથી વધુ લોકોને બોટમાં બેસાડવામાં આવતા બેલેન્સ ખોરવાઈ જતાં બોટ અચાનક પલટી મારી હતી. આ દુર્ઘટનામાં 25 બાળકો, 4 શિક્ષકો સહિત અન્ય મળી કુલ 31 લોકોનો પાણીમાં ગરકાવ થયો હતો.  વડોદરાની (Vadodara) આ ગોઝારી ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકાના મોત નીપજ્યાં હતા. આ ઘટના સમયે બોટમાં 13 વર્ષની સુફિયા સૌકત શેખ (Sufia Saukat Sheikh) પણ સવાર હતી, જેનો આબાદ બચાવ થયો છે. સુફિયા સાથે ગુજરાત ફર્સ્ટ એ વાતચીત કરતા સુફિયાએ બોટ પરની સમગ્ર હકીકત જણાવી હતી.

'31 લોકોને બોટમાં જબરદસ્તી બેસાડવામાં આવ્યા'

સુફિયા સૌકત શેખે જણાવ્યું કે, પહેલા અમને વૉટર પાર્કમાં લઈ ગયા, પછી બોટિંગ કરવા લઈ ગયા હતા. બે રાઉન્ડ સારી રીતે બોટિંગ થયું હતું. પરંતુ, ત્રીજા રાઉન્ડમાં 31 લોકોને બોટમાં જબરદસ્તી બેસાડવામાં આવ્યા હતા. ઓવરલોડના કારણે બોટ પાણીમાં પલટી ખાઈ ગઈ હતી. સુફિયાએ વધુમાં જણાવ્યું કે, બોટમાં સવાર થોડાક લોકો પાસે જ લાઈફ જેકેટ હતા, મારી પાસે પણ લાઈફ જેકેટ નહોતું અને અમારા ટીચર્સ પાસે પણ લાઇફ જેકેટ નહોતા. હું પાણીમાં શરૂઆતમાં ભાનમાં હતી અને પાણીમાં ગરકાવ પછી બેભાન થઈ ગઈ. મારી મિત્રે મને બચાવી હતી. સુફિયાએ કહ્યું કે, મારી બહેન પણ પાણીમાં ડૂબી હતી. મે મારી બહેનની ખૂબ શોધી. પરંતુ, તે ના મળી. પછી થોડા સમય પછી મારી બહેન મળી. તેને પાણીમાંથી નીકાળીને બહાર ફેંકી દીધી હતી, કોઈએ તેની મદદ ન કરી.

Advertisement

આ પણ વાંચો - હરણી ‘હત્યાકાંડ’ : બેદરકારીના બાદશાહોનું વધુ એક મોટું ‘કાંડ’, FIR માં મૃતકનું નામ સામેલ, આરોપીના એડ્રેસ પણ ખોટા!

Advertisement

Tags :
Advertisement

.