VADODARA : SSG હોસ્પિટલમાં કોલ્ડરૂમના બેરેકમાં એક સાથે બે મૃતદેહો મુકવા પડે તેવી સ્થિતી
વડોદરા (VADODARA) માં આવેલી એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL) ના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં 6 પૈકી 4 યુનિટ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જેને લઇને એક જ બેરેકમાં બે મૃતદેહો સાચવવા માટે મુકવા પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે. સામાન્ય રીતે એક બેરેકમાં એક જ મૃતદેહ રાખવામાં આવતો હોય છે. વ્યવસ્થા હોવા છતાં તેની યોગ્ય જાળવણીમાં એસએસજી હોસ્પિટલનું તંત્ર ઉણું ઉતર્યું હોવાનું આ કિસ્સા પરથી ફલિત થવા પામે છે. જેનો વિડીયો-ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ (SOCIAL MEDIA VIRAL) થયા ત્યારે આ ઘટના સામે આવવા પામી છે.
એક બેરેકમાં બે મૃતદેહોનો વિડીયો-ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL) વડોદરા (VADODARA) માં આવેલી છે. એસએસજી હોસ્પિટલમાં માત્ર વડોદરા (VADODARA) અને ગુજરાત (GUJARAT) જ નહિ પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો સારવાર અર્થે આવતા હોય છે. એસએસજી હોસ્પિટલ અનેક કારણોસર ચર્ચામાં પણ રહેતી હોય છે. ત્યારે આજે એસએસજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં એક બેરેકમાં બે મૃતદેહો મુકવામાં આવ્યા હોય તેનો વિડીયો-ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા છે. જેને કારણે સરકારી હોસ્પિટલમાં મૃતદેહોની જાળવણી માટે પણ જરૂરી વ્યવસ્થા ન હોવાનું ખુલવા પામ્યું છે.
બેરેક 24 કલાક ચાલતા હોવાથી તેનું તે પ્રમાણે મેઇન્ટેનન્સ રાખવું પડતું હોય છે
હોસ્પિટલ સુત્રોના જણાવ્યા અનુસાર, કોલ્ડ રૂમમાં 6 પૈકી 4 બેરેક બંધ છે. માત્ર 2 બેરેક જ ચાલુ સ્થિતીમાં છે. જેને કારણે આ પરિસ્થીતીનું સર્જન થયું છે. કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા બેરેક 24 કલાક ચાલતા હોવાથી તેનું તે પ્રમાણે મેઇન્ટેનન્સ રાખવું પડતું હોય છે. હાલ બંધ પડેલા બેરેકને રીપેરીંગ કરાવવાની સાથે તંત્ર દ્વારા આગામી સમયમાં વધુ નવા બેરેકની માંગણીઓ પણ કરવામાં આવનાર છે.
યોગ્ય દેખરેખ રાખવામાં ન આવતી હોવાનું સામે આવ્યું
આમ, એસએસજી હોસ્પિટલમાં મૃતદેહોને રાખવા માટેના કોલ્ડ સ્ટોરેજની જાળવણીમાં તંત્ર દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં ન આવતી હોવાનું સામે આવ્યું છે. વાયરલ વિડીયો અને તસ્વીરોએ પોલ ખોલ્યા બાદ હવે કેટલા સમયમાં કોલ્ડ સ્ટોરેજનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવે છે, અને કેટલા સમયમાં વધુમાં વધુ બેરેક શરૂ થાય છે તેના પર તમામની નજર રહેશે.
મરનારની ઓળખ પ્રસ્થાપિત ન કરે ત્યાં સુધી પોલીસવતીની જવાબદારી હોસ્પિટલની હોય છે
એસએસજી હોસ્પિટલના અધિક્ષક ડો. રંજન ઐયર જણાવે છે કે, અમે આ બાબતે નિશ્ચિંત બનીને બેઠા છીએ તેવું નથી. ટેકનીકલ ઇક્યુપમેન્ટ છે. રેફ્રીજરેશન પ્રકારનું છે. 10 - 12 વર્ષ જૂનુ છે. વારંવાર રીપેરીંગ માંગે છે. કોવિડ દરમિયાન આવરદા કરતા વધારે કામ કર્યું છે. જેમાં એક સમયે 36 બોડી રહેતી હતી. ટેકનીકલ ક્ષતી, ઓવરલોડ અને આવરદા પૂરી થઇ જવાના કારણે આ સાધનો બગડતા હોય છે. રીપેર કરાવી કાર્યરત કરવું, મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ હોવાના કારણે અહિંયા લાવવામાં આવતી દાવા વગરના મૃતદેહો આ જ કોલ્ડરૂમના ચેમ્બરમાં રાખવી પડે છે. જ્યાં સુધી પોલીસ પ્રક્રિયા કરી મરનારની ઓળખ પ્રસ્થાપિત ન કરે ત્યાં સુધી પોલીસવતીની જવાબદારી હોસ્પિટલની હોય છે. 36 યુનિટનું સ્ટોરેજ છે. જેમાં બે યુનિટ ક્ષતિગ્રસ્ત થાય અને બીજા બેમાં કોઇ સમસ્યા થાય તો આ સ્થિતી સર્જાય છે. હાલ પણ ત્યાં રીપેરીંગનું કામ ચાલી રહ્યું છે. સરકાર પાસે નવા યુનિટની માંગ કરવામાં આવી છે, સાથે જ સીએસઆર હેઠળ અલગ અલગ જગ્યાએ કેબીનેટની માંગણી કરી છે. એક યુનિટની કિંમત રૂ. 9 લાખ જેટલી થવા પામે છે.
આ પણ વાંચો -- VADODARA : માથાભારેએ પોલીસને કહ્યું, “પીસીઆર પર પથ્થર ફેંકી આગળ જવા નહિ દઇએ”