Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : SMC એ બુટલેગરનું ભોંયરૂ ખાલી કર્યું

VADODARA : વડોદરા (VADODARA) માં સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL) દ્વારા ગતરાત્રે કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં સપાટો બોલાવવામાં આવ્યો છે. કાર્યવાહીમાં બુટલેગર દ્વારા ઘરમાં ભોંયરૂ બનાવીને સંતાડવામાં આવેલો દારૂ SMC ની ટીમે શોધી કાઢ્યો છે. સમગ્ર મામલે કારેલીબાગ પોલીસ...
vadodara   smc એ બુટલેગરનું ભોંયરૂ ખાલી કર્યું

VADODARA : વડોદરા (VADODARA) માં સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL) દ્વારા ગતરાત્રે કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં સપાટો બોલાવવામાં આવ્યો છે. કાર્યવાહીમાં બુટલેગર દ્વારા ઘરમાં ભોંયરૂ બનાવીને સંતાડવામાં આવેલો દારૂ SMC ની ટીમે શોધી કાઢ્યો છે. સમગ્ર મામલે કારેલીબાગ પોલીસ મથકમાં પ્રોહીબીશન (PROHIBITION) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

રૂમમાંથી દારૂ મળ્યા બાદ તિજોરી સુધી અધિકારીઓ પહોંચ્યા

ગત સાંજે સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL) ના અધિકારીઓ દ્વારા નાગરવાડા નવીધરતી પાસેની પ્રકાશનગર ઝુપડપટ્ટીમાં દરોડો પાડ્યો હતો. દરોડામાં ઘરની બહાર બેઠેલા નીખીલ રાજુભાઇ કહારને દબોચી લેવામાં આવ્યો હતો. જે બાદ ઘરમાં તપાસ કરતા રૂમમાંથી વિદેશી દારૂ ભરેલી બોટલો કબ્જે કરવામાં આવી હતી. જે બાદ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો તિજોરીમાંથી દારૂનો જથ્થો બહાર કાઢ્યો હતો.

ભોંયરાને પેટીપલંગ નીચે સંતાડી દેવામાં આવ્યું હતું

આ ઘરની વધુ ઉંડાણપૂર્વક તપાસ કરતા મકાનના દરવાજા પાસે જમીનમાં બનાવેલા ભોંયરા સુધી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો પહોંચી હતી. ભોંયરાને પેટીપલંગ નીચે સંતાડી દેવામાં આવ્યું હતું. અને ભોંયરાની ઓળખ થાય તે માટે તેના પર ટાઇલ્સ મુકવામાં આવી હતી. એસએમસીની ટીમના જવાનોએ ટાઇલ્સ હટાવી જોતા તેમાંથી ભોંયરૂ મળી આવ્યું હતું. જેમાંથી એક પછી એક દારૂની બોટલો બહાર કાઢી ભોંયરૂ ખાલી કરવામાં આવ્યું હતું. જે બાદ પેટીપલંગમાં અંદર તપાસ કરતા તેમાંથી પણ દારૂની બોટલો કબ્જે કરવામાં આવી હતી.

Advertisement

બંને સામે પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો

સમગ્ર કાર્યવાહીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિદેશી દારૂ સહિત કુલ રૂ. 2.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સાથે નીખીલ રાજુભાઇ કહારની અટકાયત કરવામાં આવી છે. અને પ્રશાંત રાજુભાઇ જાદવ (રહે. માધવનગર, વાઘોડિયા-આજવા રોડ, વડોદરા)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત કાર્યવાહી બાદ કારેલીબાદ પોલીસ મથકમાં બંને સામે પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.

વિવિધ બ્રાંચો દ્વારા મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડવામાં સફળતા

નોંધનીય છે કે, વડોદરામાં અવાર-નવાર સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહીને પગલે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાય છે. આ સિલસિલો છેલ્લા કેટલાય વખતથી ચાલી આવ્યો છે. તો બીજી તરફ વડોદરા પોલીસની વિવિધ બ્રાંચો દ્વારા મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી હોવાના કિસ્સાઓ પણ અવાર-નવાર સામે આવતા રહે છે.

Advertisement

આ પણ વાંચો -- ELECTION COMMISSION : આજે સાંજે ચૂંટણી પંચ કરી શકે છે મોટી જાહેરાત

Tags :
Advertisement

.