Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ભીમપુરાથી સિંધરોટ ચાર રસ્તા સુધીનો માર્ગ 3 માસ માટે બંધ

VADODARA : વડોદરા જિલ્લામાં ગોત્રી-સેવાસી-સિંધરોટ રોડ પર થીન વ્હાઈટ ટોપીંગ દ્વારા રોડના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી સદર રસ્તા પર ભીમપુરા ત્રણ રસ્તાથી સિંધરોટ ચાર રસ્તા સુધીનો રોડ તા. ૨૯/૦૯/૨૦૨૪ સુધી વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં...
vadodara   ભીમપુરાથી સિંધરોટ ચાર રસ્તા સુધીનો માર્ગ 3 માસ માટે બંધ

VADODARA : વડોદરા જિલ્લામાં ગોત્રી-સેવાસી-સિંધરોટ રોડ પર થીન વ્હાઈટ ટોપીંગ દ્વારા રોડના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી સદર રસ્તા પર ભીમપુરા ત્રણ રસ્તાથી સિંધરોટ ચાર રસ્તા સુધીનો રોડ તા. ૨૯/૦૯/૨૦૨૪ સુધી વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

Advertisement

વૈકલ્પિક રસ્તા

આ અંગે કલેક્ટર બીજલ શાહે જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધિત રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે નીચે મુજબનો ડાયવર્ઝનવાળો રસ્તો ઉપયોગમાં લેવા આદેશ કર્યો છે.

(૧) વડોદરાથી આણંદ, અનગઢ, કોટણા જવા માટે ભીમપુરા ગામથી શેરખી જવાના રસ્તાનો ઉપયોગ કરી શકાશે.
(૨) આણંદ, અનગઢ, કોટણાથી વડોદરા જવા માટે સિંધરોટ ચાર રસ્તા કોયલી તરફ વળી શેરખી જવાના રસ્તાનો ઉપયોગ કરી શકાશે.
(૩) સિંધરોટ ગામના સ્થાનિક વ્યક્તિઓ માટે ગામમાં જવા તથા આવવા માટે કામગીરી દરમિયાન એન્ટ્રી તથા એક્ઝીટ પોઈન્ટ છોડવામાં આવશે.

Advertisement

ભંગ કરનાર સામે શિક્ષા

આ જાહેરનામાનાં કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

અનેક રીતે ઉપયોગી

અત્રે નોંધનીય છે કે, વ્હાઇટ ટોપીંગ પદ્ધતિથી બનતા રોડ આજકાલ ભારે ચર્ચામાં છે. તેની પાછનું કારણ છે કે, ચોમાસામાં પાણી ભરાવાથી રોડ- રસ્તાનું થતું ધોવાણ અટકાવવા, ઠેર ઠેર ખાડા પડવામાંથી શહેરીજનોને મુક્તિ અપાવા, રોડ રિપેરિંગ અને સરફેસ કરવા પાછળ થતા આનુષાંગિક ખર્ચ ઘટવાની નેમ સાથે ખાસ કરીને અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવી રહ્યા છે. શહેરમાં વધુ ટકાઉ અને મજબૂત રોડ બનાવવા માટે નવી ટેકનોલોજી અપનાવવામાં આવી છે.

Advertisement

સર્વિસ લાઈનો રોડ સાઈડમાં

પરંતુ તેમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. જેમ કે, વ્હાઈટ ટોપિંગ રોડ બનાવતાં પહેલાં પાણી, ડ્રેનેજ, ગેસ, વીજળી, ટેલિકોમ, વગેરે જેવી સર્વિસ લાઈનો રોડ સાઈડમાં કરવી જરૂરી છે. આમ, વ્હાઈટ ટોપિંગ રોડ તૈયાર કરતાં પહેલાં તમામ સર્વિસ લાઈનો રોડ સાઈડમાં કરવામાં આવતી હોય છે.

આ પણ વાંચો -- VADODARA : મેગા નેશનલ લોક અદાલતમાં કયા કેસો મુકી શકાશે, જાણો વિતગવાર

Tags :
Advertisement

.