Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : અજાણ્યા શખ્સે મોબાઇલ ટાવર સંચાલકોની મુશ્કેલી વધારી

VADODARA : વડોદરા (VADODARA RURAL) ના ગ્રામ્ય વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા મોબાઇલ ટાવર (MOBILE TOWER) માં કનેક્ટીવીટીનો ઇશ્યુ આવતા સંચાલક કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ સ્થળ પર જઇને તપાસ કરવામાં આવતા મહત્વની વસ્તુઓ ગાયબ થઇ હોવાનું જાણવા મળ્યું...
10:57 AM Apr 24, 2024 IST | PARTH PANDYA
Representative Image

VADODARA : વડોદરા (VADODARA RURAL) ના ગ્રામ્ય વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા મોબાઇલ ટાવર (MOBILE TOWER) માં કનેક્ટીવીટીનો ઇશ્યુ આવતા સંચાલક કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ સ્થળ પર જઇને તપાસ કરવામાં આવતા મહત્વની વસ્તુઓ ગાયબ થઇ હોવાનું જાણવા મળ્યું હતુ. જે બાદ કંપની સંચાલકો દ્વારા શિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

વર્ષ - 2019 થી ટાવર કાર્યરત

સમગ્ર મામલે શિનોર પોલીસ મથકમાં ઉમેદસિંહ વિશુભા ગોહિલ (રહે. ભાવનગર) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ખાનગી કંપનીમાં એસ્ટેટ મેનેજર છે. અને ગુજરાતભરમાં મોબાઇલ ટેલિકોમ જીઓ કંપનીના ટાવરના રીપેરીંગ અને મેઇન્ટેનન્સનું કામ કંપની કરી રહી છે. વર્ષ - 2019 માં માંડવા ગામથી પ્યારે બાવા દરગાહ તરફ જવાના રોડની બાજુમાં રૂખસાના બેન રાઠોડના ખેતરમાં કંપની દ્વારા ટેલીકોમ ટાવર ઉભો કરવામાં આવ્યો છે.

પતરાની એડીસી (પેટી) માં રાખવામાં આવેલ બેટરીઓ ગુમ

22 એપ્રિલે તેઓ સાગબારા કંપનીના ટાવરના કામ અર્થે ગયા હતા. દરમિયાન ગોધરા ઓફિસના ઓપરેટરે ફો કરીને જાણ કરી કે, માંડવા ગામ, શિનોરનું ટાવરનું કોમ્યુનિકેશન ફેલ બતાવે છે. આ બાતની જાણ ટાવર ટેકનિશિયનને કરતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં જઇને તપાસ કરતા ધ્યાને આવ્યું કે, ટાવરની નીચે પતરાની એડીસી (પેટી) માં રાખવામાં આવેલ બેટરીઓ ગુમ હતી. જે બાદ આ અંગે કંપનીના મેનેજરને જાણ કરવામાં આવી હતી. આખરમાં રૂ. 48 હજારની કિંમતની બેટરીઓ ગાયબ થયાનું ધ્યાને આવતા ઉપરોક્ત મામલો પોલીસ મથક પહોંચ્યો છે.

પોલીસ ફરિયાદ નોંધાઇ

ઉપરોક્ત મામલે અજાણ્યા શખ્સ સામે શિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. આ ચોરી 19 - 21 એપ્રિલની વચ્ચે થઇ હોવાનું ફરિયાદમાં જાણવા મળી રહ્યું છે. હવે કેટલા સમયમાં પોલીસ અજાણ્યા શખ્સ સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- GUJARAT : થઈ જાઓ સાવધાન! ગુજરાતમાં ગરમી બોલાવશે ભુકકા

Tags :
ActionBatterymobilepoliceShinorthefttowerVadodara
Next Article