Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સરદાર ભુવનના ખાંચામાં ટ્રાફીકની સમસ્યા ઉકેલવા નવતર પ્રયોગ

VADODARA : વડોદરા (VADODARA) ના ગીચ ગણાતા સરદાર ભુવનના ખાંચામાં તાજેતરમાં પાર્કિંગ બાબતે થયેલી બબાલમાં એક વૃદ્ધને માર મારવામાં આવતા તેઓનું મોત નિપજ્યું હતું. જે બાદ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું. અને મ્યુનિસિપલ કમિશનર, પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તથા પોલીસના...
vadodara   સરદાર ભુવનના ખાંચામાં ટ્રાફીકની સમસ્યા ઉકેલવા નવતર પ્રયોગ

VADODARA : વડોદરા (VADODARA) ના ગીચ ગણાતા સરદાર ભુવનના ખાંચામાં તાજેતરમાં પાર્કિંગ બાબતે થયેલી બબાલમાં એક વૃદ્ધને માર મારવામાં આવતા તેઓનું મોત નિપજ્યું હતું. જે બાદ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું. અને મ્યુનિસિપલ કમિશનર, પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. જે બાદ પાલિકાની ટીમ દ્વારા અસંખ્ય દબાણરૂપ બાંધકામને માર્કિંગ કરીને દુર કર્યું હતું. હવે વડોદરા ટ્રાફીક પોલીસ દ્વારા સરદાર ભુવનના ખાંચામાં ટ્રાફીકની સમસ્યા હળવી કરના માટે પ્રવેશબંધી તથા એકી-બેકી પાર્કિંગનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. હવે આ પ્રયોગ કેટલો સફળ રહે છે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે.

Advertisement

પ્રવેશબંધી અને એકી-બેકી પાર્કિંગનું જાહેરનામું

પોલીસના જાહેરનામા અનુસાર, કારેલીબાગ વિસ્તારમાં સરદાર ભુવનના ખાંચામાં મોટા પ્રમાણમાં ડ્રેસ મટીરીયલની દુકાનો આવેલી છે. જેમાં કામ કરતા તેમજ ખરીદી કરવા આવનાર તથા ત્યાં રહેનાર સ્થાનિક લોકોના વાહનો પાર્ક થતા હોય છે. સરદાર ભુવનના ખાંચાની ટ્રાફીક સમસ્યા હળવી કરવા, શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફીક સુચારૂ રીતે ચાલે તે હેતુથી પ્રવેશબંધી તેમજ એકી-બેકી પાર્કિંગ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે સદરાર ભુવનના ખાંચામાં ટ્રાફીકને અડચણરૂપ થાય તેવી રીતે પાર્ક થયેલા વાહનોને નો પાર્કિંગમાં ગણી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનો જાહેરનામામાં ઉલ્લેખ છે.

પોલીસ દ્વારા નો એન્ટ્રી અને એકી-બેકી પાર્કીંગની વિગતો નીચે મુજબ છે.

Advertisement

લોકોમાં ભારે મુંઝવણ

તો બીજી તરફ પોલીસ કમિશનરના જાહેરનામાની અમલવારી કરાવવા માટે પોલીસના જવાનો વહેલી સવારથી જ સ્થળ પર જોવા મળ્યા હતા. પહેલો દિવસ હોવાથી નો એન્ટ્રી અને એકી-બેકી પાર્કિંગને લઇને લોકોમાં ભારે મુંઝવણ જોવા મળી હતી. અને કેટલાય લોકો અટવાયા હતા. જેમ જેમ દિવસે વિતતા જશે તેમ તેમ સ્થિતી સ્પષ્ટ થશે તેમ સુત્રો જણાવી રહ્યા છે. આજે વહેલી સવારથી ટ્રાફીક પોલીસના જવાનોને જોતા લોકોમાં ભારે ઉત્સુકા વ્યાપી હતી.

આ પણ વાંચો --  VADODARA : સુરક્ષાના સુચનોનું પાલન નહી કરનાર 81 સ્કુલવાન-રીક્ષા ચાલકો દંડાયા

Advertisement

Tags :
Advertisement

.