Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ઢોર પાર્ટી પાછળ જતા શખ્સને ઠપકો આપતા ધમાલ મચાવી

VADODARA : વડોદરા (VADODARA) ના સમા પોલીસ મથકમાં તાજેતરમાં રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી. આ મામલે ખોડિયારનગરમાં રહેતા પાંચ શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ ખાનગી રાહે બાતમી...
vadodara   ઢોર પાર્ટી પાછળ જતા શખ્સને ઠપકો આપતા ધમાલ મચાવી

VADODARA : વડોદરા (VADODARA) ના સમા પોલીસ મથકમાં તાજેતરમાં રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી. આ મામલે ખોડિયારનગરમાં રહેતા પાંચ શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ ખાનગી રાહે બાતમી મળતી ચારને વાધોડિયા નજીકના સોરઠ ગામેથી ઝડપી પાડવામાં આવ્યા છે. જે બાદ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આજે આ મામલે એસીપી દ્વારા પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

ઠપકો આપ્યો હતો

ACP જી બી બાંભણીયા જણાવે છે કે, પૃથ્વીરાજસિંહ બેલદાર (રહે. સુરજનગર સોસાયટી, સમા) ગત 2 તારીખના રોજ સમા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું કે, સવારે 11 કલાકે તેમનો કઝીન છોકરો રસ્તા પર રમતો હતો. દરમિયાન ઢોર પાર્ટીની ગાડી નિકળી હતી. તેની પાછળ ત્રણ-ચાર બાઇક પર ભરવાડ નિકળ્યા હતા. તે પૈકી વિશાલ બાઇક ઝડપથી ચલાવતો હોવાથી તેને રોકીને ઠપકો આપ્યો હતો. અને જણાવ્યું કે, મારો છોકરો રમે છે, તે પડી જાય છે, તમે ધીમું ચલાવો. આ બાબતે ઠપકો આપતા રોહિત ભરવાડ. લાલા ભરવાડ, ભાવેશ ભરવાડ અને વિજય ભરવાડ તમામે ઉશ્કેરાઇને લાકડી અને દંડા વડે ફરિયાદી અને તેના ભાઇ રાજેન્દ્રભાઇને માથામાં ઇજાઓ પહોંચાડી હતી. દરમિયાન દુકાનદાર પ્રકાશભાઇ વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો. જે અંગે સમા પોલીસ મથકમાં રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ખાનગી રાહે બાતમી મળી

વધુમાં તેમણે જણાવ્યું કે, આ તપાસ દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા વાધોડિયા નજીકના સોરઠ ગામેથી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. રોહીત અને લાલો મારામારી અને ઢોર છુટ્ટા મુકી દેવાના ગુનામાં ઝડપાયેલા છે. તેઓ પાલિકાની ગાડી પાછળ જતા હતા. ત્યારનો આ બનાવ છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : નર્સને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર ડોક્ટર ઝબ્બે

Advertisement
Tags :
Advertisement

.