Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : શ્રાદ્ધ પક્ષમાં ચાંદોદમાં શ્રાદ્ધાદિક કર્મ અર્થે શ્રદ્ધાળુઓનો ધસારો

અહેવાલ _પિન્ટુ પટેલ -વડોદરા  શ્રાદ્ધા પક્ષ ચાલતો હોય સર્વપિતૃ શ્રાદ્ધ કર્મ માટેના ઉત્તમ સ્થળ એવા દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પધારી શ્રદ્ધાળુઓ પૂર્વજો પ્રત્યેનું ઋણ અદા કરી તેઓના મોક્ષની કામના કરતા રહ્યા છે   હિન્દુ શાસ્ત્રમાં ભાદરવા સુદ પૂર્ણિમાથી ભાદરવા...
vadodara   શ્રાદ્ધ પક્ષમાં ચાંદોદમાં શ્રાદ્ધાદિક કર્મ અર્થે શ્રદ્ધાળુઓનો ધસારો

અહેવાલ _પિન્ટુ પટેલ -વડોદરા 

Advertisement

શ્રાદ્ધા પક્ષ ચાલતો હોય સર્વપિતૃ શ્રાદ્ધ કર્મ માટેના ઉત્તમ સ્થળ એવા દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પધારી શ્રદ્ધાળુઓ પૂર્વજો પ્રત્યેનું ઋણ અદા કરી તેઓના મોક્ષની કામના કરતા રહ્યા છે

Advertisement

હિન્દુ શાસ્ત્રમાં ભાદરવા સુદ પૂર્ણિમાથી ભાદરવા વદ અમાસ સુધીના 16 દિવસો શ્રાદ્ધ પક્ષ કે પિતૃપક્ષ તરીકે ઓળખાય છે આ શ્રાદ્ધ પક્ષના હાલ દિવસો ચાલી રહ્યા છે ત્યારે ગુજરાત ભરમાંથી શ્રદ્ધાળુઓ પૂર્વજો પ્રત્યેનું ઋણ અદા કરવા, પૂર્વજોની મુક્તિ અર્થે સર્વપિતૃ શ્રાદ્ધ માટેના ઉત્તમ સ્થળ એવા વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે મોટી સંખ્યામાં પધારી રહ્યા છે પોતાના સ્વજન જે તિથિએ મૃત્યુ પામ્યા હોય એ તિથિએ તીર્થમાં આવી પોતાના તીર્થગોર પાસે શ્રાદ્ધાની વિધિમાં શ્રદ્ધાપૂર્વક જોડાઈ પૂર્વજોના મોક્ષની કામના કરી રહ્યા છે શ્રાદ્ધપક્ષ-પિતૃપક્ષ ચાલી રહ્યો છે ત્યારે પિંડદાન,પિતૃ તર્પણ,પિતૃદોષ,નારાયણ બલી જેવા શ્રાદ્ધાદિક કર્મ અર્થે ચાંદોદ ખાતે શ્રદ્ધાળુઓનું ઘસારો જોવા મળી રહ્યો છે
Image preview

શાસ્ત્રમાં બતાવ્યું છે કે દીકરો હોય તો પોતાની માતા પાછળ સિધ્ધપુરમાં જઈ શ્રાદ્ધ કરે તો એની મુક્તિ થાય છે. દીકરો પિતા માટે ગયાજી માં શ્રાદ્ધ કર્મ કરે તો તેની મુક્તિ થાય છે પરંતુ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ એ સર્વપિતૃ શ્રાદ્ધ માટે ગુજરાતનું એકમાત્ર નર્મદા કિનારાનું તીર્થ કહેવાયું છે ત્યારે હાલ શ્રાદ્ધ પક્ષના દિવસોમાં સેંકડો શ્રદ્ધાળુઓ રોજબરોજ ચાંદોદ તીર્થમાં પધારી રહ્યા છે અને નદી કિનારાના ધાર્મિક સ્થળો, દેવાલયો,આશ્રમો તેમજ વિવિધ હોલ ખાતે વિધિ વિધાનમાં જોડાઈ શ્રદ્ધાળુઓ પિતૃ મોક્ષની કામના સાથે પિતૃ ઋણમાંથી મુક્તિની અનુભૂતિ કરી રહ્યા છે

Advertisement

Image preview

હિન્દુ સંપ્રદાયની માન્યતા મુજબ પિતૃદોષ લાગ્યો છે તે કેટલાક સંકેતો અંગે કેટલીક માન્યતાઓ રહેલી છે. જેવી કે તુલસીના પાન સુકાઈ જવા, ઘરના આંગણામાં પીપળો ઉગી નિકળવો, નોકરીમાં તકલીફ આવી, વારંવાર સ્વાસ્થય બગડવું, તમને કોઈ સફળતા ન મળે જેવા અનેક કારણો છે જેને પિતૃદોષના સંકેતો તરીકે માનવામાં આવે છે. પિતૃદોષનું નિવારણ પણ ચોક્કસપણે થઈ શકે છે. જેથી એવું માની નહીં લેવું કે, પિતૃદોષ છે એટલે આપણું સંપૂર્ણ કામ ખરાબ જ થવાનું છે. પરંતુ જાણકાર કર્મકાંડી વિદ્ધાન બ્રાહ્મણ પાસે પિતૃદોષની વિધિ કરાવાથી પિતૃદોષનું નિવારણ થઈ શકે છે.

Image preview

ઈષ્ટ દેવ અને કુળદેવતાની દરરોજ પૂજા, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ, ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ, અને નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ પિતૃદોષથી મુક્તિ મેળવી શકાય છે અને ઈષ્ટદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોય છે, તેમજ દોષો ઓછાં થાય છે. આ ઉપરાંત પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે મહામૃત્યુંજયના મંત્રના જાપ સાથે ભગવાન શિવને અભિષેક કરવામાં આવે છે.

Image preview

ઘરની દક્ષિણ દિવાલ ઉપર તમારા સ્વર્ગસ્થ સંબંધીઓના ફોટા લગાવો અને દરરોજ તેમની પૂજા કરવાથી પણ પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. સાંજે પીપળાના ઝાડ પાસે દીવો પ્રગટાવો અને નાગ સ્તોત્ર, મહામૃત્યુંજય મંત્ર અથવા રુદ્ર સૂક્ત અથવા પિતૃ સ્તોત્ર અને નવગ્રહ સ્તોત્રનો પાઠ કરવાથી પણ પિતૃ દોષથી શાંતિ મળે છે.

આ  પણ  વાંચો _2030 સુધીમાં 80 GW રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં ગુજરાતની આગેકૂચ

Tags :
Advertisement

.