Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વગર મંજૂરીએ પશુની હેરફેર કરતા ત્રણ ઝબ્બે

VADODARA : વડોદા જિલ્લાના વડું પોલીસ (VADODARA RURAL - VADU POLICE STATION) મથક વિસ્તારમાં પશુઓની વગર મંજૂરીએ હેરાફેરી કરનારા શખ્સોને માહિતીના આધારે અટકાયત કરવામાં ગૌ રક્ષકોને સફળતા મળી છે. આ ઘટનામાં ત્રણ પશુઓ મુક્ત કરાવવામાં આવ્યા છે. અને આ મામલે...
vadodara   વગર મંજૂરીએ પશુની હેરફેર કરતા ત્રણ ઝબ્બે

VADODARA : વડોદા જિલ્લાના વડું પોલીસ (VADODARA RURAL - VADU POLICE STATION) મથક વિસ્તારમાં પશુઓની વગર મંજૂરીએ હેરાફેરી કરનારા શખ્સોને માહિતીના આધારે અટકાયત કરવામાં ગૌ રક્ષકોને સફળતા મળી છે. આ ઘટનામાં ત્રણ પશુઓ મુક્ત કરાવવામાં આવ્યા છે. અને આ મામલે સંડોવાયેલા ત્રણ સામે વડું પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

પીકઅપ ગાડીમાં ત્રણ ભેંસો

વડુ પોલીસ મથકમાં હિતેશભાઇ ચંદ્રકાંતભાઇ અગ્રવાલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ વિશ્વ હિન્દુ પરીષદ ગૌ રક્ષા વિભાગમાં કાર્યકર છે. તાજેતરમાં સંસ્થાના કેન્દ્ર સરકારના એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના હોનરરી એનિમલ વેલફેર રીપ્રેઝન્ટેટીવ સાથે મળીને સમાજ સેવા કરી રહ્યા છે. તેવામાં તેમને બાતમી મળી કે, બોરસદ તાલુકાના ખેડાસા (પીપળી) ગામથી એક પીકઅપ ગાડીમાં ત્રણ ભેંસોને મહુવડ ચોકડી જઇ પાદરા-જંબુસર રોડ થઇ સંભાગ ગામ તરફ જનાર છે. જે બાદ તેઓએ અન્ય સાથે કાર લઇને માસર રોડ ખાતે બ્રાહ્મણવશી ચોકડી પાદરા-જંબુસર પરોડ પર આવી પહોંચ્યા હતા.

કોઇ જવાબ આપી શક્યા ન હતા

અને તમામ છુટાછવાયા વોચમાં ગોઠવાયા હતા. દરમિયાન માહિતીને મળતી આવતી પીકઅપ ગાડી આવતા તેને રોકવા માટે ઇશારો કર્યો હતો. તો ચાલકે પીકઅપ ગાડીને વાળી લીધી હતી, અને ભાગવા ગયા હતા. તેવામાં તેમની ટીમ દ્વારા પીકઅપ ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો. આગળ જતા ગાડી ઉભી રખાવવામાં સફળતા મળી હતી. તેમાં પાછળ જઇ જોતા ત્રણ ભેંસોને ખીચોખીચ ભરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું. ચાલકે પોતાનું નામ ઇદ્રીશ અહેમદભાઇ સૈયદ (રહે. જંત્રાન, જંબુસર) હોવાનું જણાવ્યું હતું., અન્યના નામ પુછતા તેમણે શૈલેષ ચુનારા અને રમેશભાઇ ચુનારા હોવાનું જણાવ્યું હતું. રમેશભાઇએ જણાવ્યું કે,સ ભેંસોને તેમની ખેડાસા રહેતી દિકરીના ઘરેથી ભરી લાવ્યા છીએ. અને તેમના ઘરે લઇ જઇ રહ્યા છે. આ અંગેની મંજુરી અંગે પુછતા તેઓ કોઇ જવાબ આપી શક્યા ન હતા. સાથે જ કોઇ પણ પુરાવા આપી શક્યા ન હતા.

Advertisement

વધુ કાર્યવાહી હાથ ધરી

આખરે ઉપરોક્ત મામલે ઇદ્રીશ અહેમદભાઇ સૈયદ (રહે. જંત્રાણ, જંબુસર), શૈલેષભાઇ રમેશભાઇ ચુનારા અને રમેશભાઇ મંગળભાઇ ચુનારા (બંને રહે. સંભા કોલોની, જંબુસર) સામે વડું પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : BJP ના મહિલા કોર્પોરેટર સાથે કાર્યકર્તાની ગેરવર્તણુંકનો મામલો આગળ વધ્યો

Advertisement

Tags :
Advertisement

.