ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : પેટ્રોલિયમના ટેન્કરમાંથી દારૂની હેરાફેરી પકડી પાડતી ગ્રામ્ય LCB

VADODARA : હાલ વડોદરા સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણી (LOKSABHA GENERAL ELECTION 2024) નો માહોલ જામ્યો છે. ત્યારે બુટલેગરોનું ધાર્યું અટકાવવા માટે ગ્રામ્ય એલસીબી (VADODARA RURAL LCB) પણ મેદાને હોવાનું જોવા મળી રહ્યું છે. આજે વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા પેટ્રોલિયમના કન્ટેનરમાં...
02:48 PM Apr 21, 2024 IST | PARTH PANDYA

VADODARA : હાલ વડોદરા સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણી (LOKSABHA GENERAL ELECTION 2024) નો માહોલ જામ્યો છે. ત્યારે બુટલેગરોનું ધાર્યું અટકાવવા માટે ગ્રામ્ય એલસીબી (VADODARA RURAL LCB) પણ મેદાને હોવાનું જોવા મળી રહ્યું છે. આજે વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા પેટ્રોલિયમના કન્ટેનરમાં વિદેશીદારૂની હેરાફેરી ગ્રામ્ય એલસીબીના જવાનોએ પકડી પાડી છે. અને આ અંગે મંજૂસર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સ્ટાફ મંજૂસર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિદેશી દારૂના પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા તેમજ દારૂની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખવામાં આવતી હોય છે. જેને લઇને જિલ્લામાં ઠેર ઠેર વાહન ચેકીંગ પણ હાથ ધરવામાં આવતું હોય છે. 20 એપ્રિલના રોજ ગ્રામ્ય એલસીબીનો સ્ટાફ મંજૂસર પોલીસ મથક વિસ્તાર (MANJUSAR POLICE STATION AREA) માં પેટ્રોલિંગમાં હતો. તેવામાં ત્રણ હેડ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી કે ટેન્કરમાં વગર પરમીટે વિદેશી દારૂનો જથ્થો વાપી તરફથી વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા થઇ અમદાવાદ તરફ જઇ રહ્યો છે.

જવાનોએ જાતે પાનું મંગાવીને ખોલ્યું

બાતમીના આધારે ગ્રામ્ય એસલીબીની જવાનોએ મંજૂસર પોલીસ મથકની હદમાં આવતા આજોડ ગામની સીમમાં ટોલનાકા પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતનીથી મળતું આવતુ ટેન્કર આવતા તેને રોડ સાઇડ પર લેવડાવવામાં આવ્યો હતો. તેમાં તપાસ કરતા માત્ર ડ્રાઇવર મળી આવ્યો હતો. તેણે તેનું નામ ખીયારામ મંગારામ જાટ (રહે. લખવારા, ચોટણ, જિ. બાડમેર - રાજસ્થાન) જણાવ્યું હતું. જે બાદ ટેન્કરની તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેન્કરને બહારથી નટ બોલ્ટ વડે ફીટ કરેલા ગોળ ખાનાખી બંધ કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનોએ જાતે પાનું મંગાવીને તે ખોલ્યું હતું. ગ્રામ્ય એલસીબીના જવાનોએ તેમાંથી રૂ. 45.98 લાખનો વિદેશી દારૂ સહિત કુલ મળીને રૂ. 61.03 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બહારથી પેટ્રોલિયમનું દેખાતા ટેન્કરમાં વિદેશી દારૂ છુપાડવામાં આવ્યો હતો.

વાપીથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર આપ્યું

દારૂની હેરાફેરીમાં પકડાયેલા ડ્રાઇવરની કડકાઇ પૂર્વક વિદેશી દારૂ કોની પાસેથી, ક્યાંથી ભરી લાવ્યો, કોને, કઇ જગ્યાએ આપવાનો હતો, તે અંગે પુછતા તેણે જણાવ્યું કે, તે ગાંધીધાન ખાતે ડ્રાઇવીંગ કરતો હતો. ત્યારે ગણપતભાઇ નામનો શખ્સ ડ્રાઇવીંગ કરતો હોવાથી તેની સાથે ઓળખાણ થઇ હતી. તેણે વાપીથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર આપ્યું હતું. અને જામનગર પહોંચીને ફોન કરવા માટે જણાવ્યું હતું. આખરે વિદેશી દારૂ સાથે પકડાયેલ શખ્સ અને વિદેશી દારૂનો સપ્લાય કરનાર સામે મંજૂસર પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. ચૂંટણી ટાણે ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા મળી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : દિકરીને બાઇક પાછળ ઉભી રાખી જોખમી સવારીનો વિડીયો વાયરલ

Tags :
caughtillegalinLCBliquorofpetroleumruralTankertransportationVadodara
Next Article