VADODARA : ગ્રામ્ય LCB એ દારૂ ભરેલો ટેમ્પો ઝડપ્યો, લાખોનો મુદ્દામાલ કબ્જે
VADODARA : વડોદરા ગ્રામ્ય એલસીબી (VADODARA RURAL LCB) દ્વારા પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા માટે ટીમો સતત પ્રયત્નશીલ હોય છે. દરમિયાન તાજેતરમાં વરણામાં પોલીસ મથકમાં ટીમો પેટ્રોલીંગ કરી રહી હતી. તેવામાં હેડ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી કે. એક ટેમ્પામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સુરતથી વડોદરા તરફ આવી આગળ જનાર છે. આ ટેમ્પો હાલ કરજણથી વડોદરા તરફ આવતા ટ્રેક પર છે. જે બાદ એલસીબીની ટીમો એક્શનમાં આવી હતી. અને ટેમ્પો પકડી પાડવા માટે વોચ ગોઠવી હતી.
તાડપતરી હટાવતા દારૂ મળી આવ્યો
દરમિયાન બામતીથી મળતો આવતો ટેમ્પો મળી આવતા તેને રોકી, કોર્ડન કરીને રોડ સાઇડમાં કરવામાં આવ્યો હતો. આ ટેમ્પામાં માત્ર ચાલક મળી આવ્યો હતો. તેની ઓળખ તેણે ગીન્દરસિંગ નછત્તરસિંગ મજબીશખ (રહે. નીધાનવાલા, તા.જી. મોગા, કલાતણા-પંજાબ) હોવાનું જણાવ્યું હતું. પકડાયેલા ટેમ્પાની પાછળના કેબીનમાં તપાસ કરતા તેમાં તાડપતરી નીચે પેટીઓ મુકવામાં આવી હોવાનું જણાતું હતું. તાડપતરી હટાવતા વિદેશી દારૂની કુલ 240 પેટીઓ મળી આવી હતી. વડોદરા ગ્રામ્ય એલસીબીની કાર્યવાહીમાં રૂ. 11.52 લાખનો દારૂ તથા મોબાઇલ અને ટેમ્પો મળી કુલ રૂ. 21.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
વડોદરા પાસે પહોંચી ફોન કરવાનો હતો
બાદમાં ડ્રાઇવરની કડકાઇ પૂર્વક પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, તેણે વિદેશી દારૂ અંબાલાના લાલા નામના શખ્સે, અંબાલા-ચંદીગઢ રોડ પરથી અપાવ્યો હતો. આ દારૂ ભરેલો ટેમ્પો વડોદરા નજીક લાવીને ફોન કરવા માટે જણાવ્યું હતું. આ મામલે વિદેશી દારૂ સાથે ઝડપાયેલ ગીન્દરસિંગ નછત્તરસિંગ મજબીશખ (રહે. નીધાનવાલા, તા.જી. મોગા, કલાતણા-પંજાબ) અને સપ્લાયર સામે વરણામાં પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --VADODARA : ક્રિકેટર હાર્દિક પંડ્યાના રોડ-શોને લઇ પોલીસનું જાહેરનામું