ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vadodara Riots: વડોદરાના એકતાનગરમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો, 10 લોકો થયા ઘાયલ

Vadodara Riots: રાજ્યમાં ફરી એકવાર ધાર્મિકતા નામે બે જૂથ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. જોકે રાજ્યમાં અવાર નાવાર ધાર્મિક બાબતોને લઈને અસમાજિક તત્વો દ્વારા શાંતિને ભંગ કરવા માટે હિંસાત્મક કૃતિઓને વેગ આપવામાં આવતો હોય છે. ત્યારે આજે સાંજના સમયે વડોદરાના...
11:28 PM Mar 13, 2024 IST | Aviraj Bagda
Vadora Riots

Vadodara Riots: રાજ્યમાં ફરી એકવાર ધાર્મિકતા નામે બે જૂથ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. જોકે રાજ્યમાં અવાર નાવાર ધાર્મિક બાબતોને લઈને અસમાજિક તત્વો દ્વારા શાંતિને ભંગ કરવા માટે હિંસાત્મક કૃતિઓને વેગ આપવામાં આવતો હોય છે. ત્યારે આજે સાંજના સમયે વડોદરાના એક વિસ્તારમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો.

મળતી માહિતી મુજબ, વડોદરાના એકતાનગરમાં આવેલા બોપાદ વિસ્તારમાં હનુમાન ચાલીસા બંધ કરાવવાના કારણે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારે આ સંઘર્ષમાં બે જૂથ દ્વારા એકબીજા પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં 10 લોકોની ગંભીર ઈજા પણ પહોંચી હતી. જોકે સ્થાનિકો દ્વારા પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ત્યારે ઘટના સ્થળ પર પોલીસ ટીમે પહોંચી સમગ્ર મામલો કન્ટ્રોલમાં લીધો હતો. તે ઉપરાંત પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ શરૂ કરાયું છે. તો સ્થાનિકો અને સંગગઠનના લોકો બપોદ પોલીસ મથકમાં પહોંચ્યા છે.

સમગ્ર એકતાનગરમાં ભારે તંગદીલી

તે ઉપરાંત બાપોદ વિસ્તારમાં ઘટનાને પગેલ ACP, DCP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે. જોકે તેમ છતા હાલમાં બોપાદ વિસ્તાર સહિત સમગ્ર એકતાનગરમાં ભારે તંગદીલીનો માહોલ છે. હાલમાં, સ્થાનિકોના કહ્યા પ્રમાણે પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી મુખ્ય આરોપીઓને શોધી પાડવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Sola Deputy Collector: અમદાવાદમાં નાયબ મામલતદાર અને વહીવટકર્તા લાંચ લેતા રંગે હાથ પકડાયા

આ પણ વાંચો:BJP Second Candidate List 2024: ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે બીજી યાદી જાહેર કરવામાં આવી

આ પણ વાંચો:Gujarat ATS: રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCB ના અધિકારીઓને સન્માનિત કરાયા

Tags :
GujaratGujarat FirstGujarat PoliceHanumanhanuman chalisaRiotsVadodaravadodara police
Next Article