VADODARA : સ્થાનિકોનો પ્રચાર ફિક્કો પાડે તેવી જમાવટ કરી રવિંન્દ્રસિંહ ભાટીએ વોટ માંગ્યા
VADODARA : વડોદરામાં ભાજપ (BJP) અને કોંગ્રેસ (CONGRESS) બંને મુખ્ય પાર્ટીઓ દ્વારા લોકસભા (LOKSABHA 2024) ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ બંનેના ચૂંટણી પ્રચારનો રંગ જામી નથી રહ્યો તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ત્યારે બંનેના પ્રચારને ફિક્કો પાડે તેવી જમાવટ કરીને રાજસ્થાનના અપક્ષ ધારાસભ્ય અને હાલ અપક્ષ સાંસદ ઉમેદવારી કરનાર રવિન્દ્રસિંગ ભાટી (Ravindra Singh Bhati) એ વડોદરામાં સામાજીક પ્રસંગમાં મત માંગ્યા છે.
બાડમેર-જેસલમેર બેઠક પરથી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું
રાજસ્થાનમાં ભાજપની સરકારની બહુમતી વચ્ચે શિવ વિધાનસભા બેઠક પરથી રવિન્દ્રસિંહ ભાટી અપક્ષ જીતીને આવ્યા છે. રવિન્દ્રસિંહ ભાટીની લોકપ્રિયતા સામાન્ય નેતાઓ કરતા ઘણી વધારે છે. સોશિયલ મીડિયામાં તે લાખો ફોલોઅર્સ ધરાવે છે. અને તેમના પ્રચારના વિડીયોઝ કરોડો વ્યુઝ ખેંચી લાવે છે. તેઓ વિધાનસભા બેઠક જીત્યા બાદ લોકોની વચ્ચે ગય હતા. અને અભિવાદન ઝીલવાની યાત્રામાં જ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી. રવિન્દ્રસિંહ ભાટીએ રાજસ્થાનમાં બાડમેર-જેસલમેર બેઠક પરથી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આજે વડોદરામાં તેઓ સામાજીક જંગી સભામાં હાજર રહ્યા હતા. અને મત માંગ્યા હતા.
કોઇને ઠેસ પહોંચે તેવી ટીપ્પણી ન કરવી
આ તકે રવિંન્દ્રસિંહ ભાટીએ મીડિયાને જણાવ્યું કે, અહિંયા પ્રવાસી ભાઇઓને લોકસભા ચૂંટણીમાં રવિન્દ્રને સાથ અને સહયોગ આપવા માટેની અપીલ કરી છે. રાજનિતીમાં ટીકા-ટીપ્પણીથી બચવું જોઇએ. કોઇને ઠેસ પહોંચે તેવી ટીપ્પણી ન કરવી જોઇએ. તેમણે કરેલી ટીપ્પણી દુર્ભાગ્યપૂર્ણ છે, અને આવનાર સમયમાં જનતા તેમને જવાબ આપશે. આવી ટીકા ટીપ્પણી સહન ન કરી શકાય. નેતાને ટકાવવા વાળા લોકો છે, જો તેઓ મજબુતીમાં ઉભા રહેશે, તો તમામના જવાબ મળશે. જનતાનો ફેંસલો સર્વોપરી છે. મને જનતા જીતાડશે, અને તેઓ જ નિર્ણય લેશે.
જનમેદનીને સંબોધી
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ભાજપ અને કોંગ્રેસના લોકસભા ઉમેદવારોનો પ્રચાર જામતો નથી. ત્યારે રાજસ્થાનના અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટીએ જંગી જનમેદનીને સંબોધી મત માંગ્યા હતા. સ્થાનિકોના ફિક્કા પ્રચાર સામે રવિન્દ્રસિંહ ભાટીના કાર્યક્રમમાં હાજર લોકોની સંખ્યા અનેકઘણી જોવા મળી હતી.
આ પણ વાંચો -- VADODARA : વધુ પૈસા કમાવવાની લ્હાયમાં પિતા-પુત્ર ગૌમાંસના સમોસા વેચતા