Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી

VADODARA : વડોદરા (VADODARA) માં વરસાદનું આવન-જાવન જારી છે. જેના કારણે ઉકળાટ, બફારો અને ગરમીથી શહેરવાસીઓ ત્રસ્ત છે. તો બીજી તરફ ગત વર્ષની સરખામણીએ જુલાઇના મધ્ય સુધી વરસાદની ઘટ હોવાનું સામે આવતા લોકોની ચિંતા વધવા પામી છે. વડોદરા પર વાદળો...
vadodara   વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી

VADODARA : વડોદરા (VADODARA) માં વરસાદનું આવન-જાવન જારી છે. જેના કારણે ઉકળાટ, બફારો અને ગરમીથી શહેરવાસીઓ ત્રસ્ત છે. તો બીજી તરફ ગત વર્ષની સરખામણીએ જુલાઇના મધ્ય સુધી વરસાદની ઘટ હોવાનું સામે આવતા લોકોની ચિંતા વધવા પામી છે. વડોદરા પર વાદળો તો ઘેરાય છે, પરંતુ મનમુકીને વરસતા નથી. જે હવે ચિંતાનો વિષય બની રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

12 ટકા વરસાદની ઘટ

વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ચોમાસાની શરૂઆત તો થઇ ગઇ છે. અને વાદળો પણ ઘેરાઇ રહ્યા છે. પરંતુ વાદળો મનમુકીને નહી વરસતા શહેરવાસીઓની ચિંતા વધી છે. શહેરીજનો ઉકળાટ, બફારો અને ગરમીથી શહેરવાસીઓ ત્રસ્ત થયા છે. તો બીજી તરફ સુત્રોના જણાવ્યા અનુસાર, ગત વર્ષે જુલાઇની મધ્યમાં 32 ટકા જેટલો વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ વર્ષે જુલાઇની મધ્યમાં માત્ર 19 ટકા વરસાદ જ વરસ્યો છે. ગત વર્ષની સરખામણીએ 12 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. જેના કારણે ધરતીપુત્રની મુશ્કેલીઓ વધી છે. આ સ્થિતીમાં મેઘરાજા મહેર કરે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.

આગાહીઓ કરવામાં આવી

બીજી તરફ ગુજરાતમાં વરસાદ માટેની સિસ્ટમ એક્ટીવ થઇ ગઇ હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. જેના કારણે આગામી પાંચ દિવસમાં ઠેર ઠેર ભારે વરસાદ પડી શકે તે અંગેની આગાહીઓ કરવામાં આવી છે. હવે આ દરમિયાન વડોદરાના વરસાદની ઘટ પુરાય છે કે નહિ તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ઉંચા ભાવ વસુલતી રેસ્ટોરેન્ટ્સના સેમ્પલ VMC ના ટેસ્ટમાં “નાપાસ”

Advertisement
Tags :
Advertisement

.