Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : આગામી તહેવારોને ધ્યાને લઇ શાંતિ સમિતીની બેઠકો શરૂ

VADODARA : આગામી સમયમાં રથયાત્રા અને બકરીઇદના તહેવારને ધ્યાને રાખીને શહેરના અલગ અલગ પોલીસ મથકમાં શાંતિ સમિતીની બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા પોલીસ (VADODARA POLICE) દ્વારા તહેવાર ટાણે શહેરમાં શાંતિ અને સલામતી જળવાય તે માટે શાંતિ સમિતીના સભ્યો...
vadodara   આગામી તહેવારોને ધ્યાને લઇ શાંતિ સમિતીની બેઠકો શરૂ

VADODARA : આગામી સમયમાં રથયાત્રા અને બકરીઇદના તહેવારને ધ્યાને રાખીને શહેરના અલગ અલગ પોલીસ મથકમાં શાંતિ સમિતીની બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા પોલીસ (VADODARA POLICE) દ્વારા તહેવાર ટાણે શહેરમાં શાંતિ અને સલામતી જળવાય તે માટે શાંતિ સમિતીના સભ્યો સાથે બેઠક કરવામાં આવી રહી છે. અને શાંતિપૂર્ણ માહોલ જળવાય તે દિશામાં વધુ પ્રયાસો હાથ ધરી રહી છે.

Advertisement

સમિતીના સભ્યો સાથે મુલાકાત

વડોદરા સંસ્કારી નગરી છે. અહિંયા રહેતા લોકો તહેવારોની રંગેચંગે ઉજવણી કરવા માટે જાણીતા છે. ત્યારે આવનાર સમયમાં રથયાત્રા અને બકરી ઇદના તહેવારો આવી રહ્યા છે. બંને તહેવારો પોતાના સમુદાય માટે અનેરૂ મહત્વ ધરાવે છે. આગામી તહેવારોની સ્થિતી ધ્યાને રાખીને શહેરમાં શાંતિ અને સલામતી જળવાય તે માટે પોલીસ દ્વારા વિશેષ પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. વડોદરા શહેર પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથકમાં શાંતિ સમિતીની બેઠકો બોલાવવામાં આવી રહી છે. જેમાં જે તે પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ શાંતિ સમિતીના સભ્યો સાથે મુલાકાત કરી રહ્યા છે. અને તેમની સાથે વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઇ રહે તે માટે વાટાઘાટો કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર નજર

તાજેતરમાં સીટી પોલીસ મથકમાં ઝોન - 4 અને ઝોન 3 પોલીસ મથક વિસ્તારની શાંતિ સમિતીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસીપી પન્ના મોમાયાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં એસીપી તથા સીટી, વારસીયા, કુંભારવાડા, કારેલીબાગ, બાપોદ, મકરપુરા પોલીસ મથકના જવાનો એફઓપી તથા શાંતિ સમિતીના સભ્યો હાજર રહ્યા હતા. સાથે જ તહેવાર ટાણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સોશિયલ મીડિયા પર પોલીસની નજર રહેશે તેમ તમામને સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું. તે જ રીતે નવાપુરા પોલીસ મથકમાં રથયાત્રા અને બકરીઇદ પર્વને ધ્યાને રાખીના શાંતિ સમિતીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસ્તારના અગ્રણીઓ સામેલ થયા હતા. અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ખનીજ માફીયાઓને છુટ્ટાદોર જેવી સ્થિતી

Advertisement
Tags :
Advertisement

.