Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મહિલાનો જીવ બચાવવા 20 ફૂટ ઉંડા કુવામાં કુદેલા પોલીસ જવાનને પુરસ્કૃત કરતા DGP

VADODARA : વડોદરા (VADODARA) પાસે કોયલી (KOYLI) માં આઇઓસીએલ (IOCL) કંપનીની જમીન સંપાદનની કામગીરી વખતે પોલીસ બંદોબસ્ત તૈનાત હતો. તેવામાં એક મહિલાને ભારે નારાજગી થતા તેણે ઘર પાસે આવેલા કુવામાં ઝંપલાવી દીધું હતું. આ બાદ મહિલાને બચાવવા માટે પોલીસ કોન્સ્ટેબલ...
vadodara   મહિલાનો જીવ બચાવવા 20 ફૂટ ઉંડા કુવામાં કુદેલા પોલીસ જવાનને પુરસ્કૃત કરતા dgp

VADODARA : વડોદરા (VADODARA) પાસે કોયલી (KOYLI) માં આઇઓસીએલ (IOCL) કંપનીની જમીન સંપાદનની કામગીરી વખતે પોલીસ બંદોબસ્ત તૈનાત હતો. તેવામાં એક મહિલાને ભારે નારાજગી થતા તેણે ઘર પાસે આવેલા કુવામાં ઝંપલાવી દીધું હતું. આ બાદ મહિલાને બચાવવા માટે પોલીસ કોન્સ્ટેબલ રાજૂભાઇ અજાભાઇએ કુવામાં કુદકો મારી દીધો હતો. બાદમાં મહિલાનો બચાવ થયો હતો. પોલીસ કોન્સ્ટેબલના સાહસ અને વિરતાને રાજ્યના પોલીસ વડા (DGP) એ રૂ. 5 હજારનું ઇનામ આપીને પુરસ્કૃત કર્યા છે. જે વડોદરા પોલીસ માટે આનંદ અને ગર્વની વાત છે.

Advertisement

જમીન સંપાદન અધિકારીના સામે જ 20 ફુટ ઉંડા કુવામાં ભુસકો મારી દીધો

તા. 14 માર્ચના રોજ વડોદરાના કોયલી ગામે આવેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમીટેડ યુનિટ દ્વારા ઓન પેમેન્ટ અંગે બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. જેના અનુસંધાને જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. દરમિયાન આઇઓસીએલ કંપની દ્વારા જમીન સંપાદનની કામગીરી સમયે બપોરે સાડા ત્રણ વાગ્યે દિપીકાબેન રાકેશભાઇ પટેલ પહેલા ધરણા પર બેસી ગયા હતા. અને ત્યાર બાદ નારાજગી વધતા તેમણે જમીન સંપાદન અધિકારીના સામે જ 20 ફુટ ઉંડા કુવામાં ભુસકો મારી દીધો હતો. મહિલાના અચાનક લીધેલા પગલાને લઇને સૌ કોઇ વિચારમાં મુકાઇ ગયા હતા.

મહિલાને બચાવવા માટે ત્વરિત અને પહેલો નિર્ણય રાજૂભાઇ અજાભાઇએ લીધો

તેવામાં બંદોબસ્તમાં હાજર પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઇ અજાભાઇએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર કુવામાં ભૂસકો મારનાર બહેનને બચાવવા માટે છલાંગ લગાવી દીધી હતી. પછી અન્ય સ્ટાફે દોરડું - નિસરણી શોધી કુવામાં લંબાવ્યું હતું. અને કુવામાં પડેલી મહિલા અને તેને બચાવવા પડેલા પોલીસ જવાનને બહાર કાઢવા માટે વ્યવસ્થા ઉભી કરી હતી. તમામના પ્રયાસોથી દિપીકાબેનનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. અને પોલીસ કોન્સ્ટેબલ રાજૂભાઇ અજાભાઇની વિરતા અને શૌર્ષના સૌ કોઇને વખાણ કર્યા હતા. આ ઘટના સમયે અનેક લોકો હાજર હતા. પરંતુ મહિલાને બચાવવા માટે ત્વરિત અને પહેલો નિર્ણય રાજૂભાઇ અજાભાઇએ લીધો હતો.

Advertisement

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રૂ. 5 હજારનું ઇનામ

પોલીસ કોન્સ્ટેબલ રાજૂભાઇ અજાભાઇ દ્વારા વિભાગનું ગૌરવ વધારે તેવી ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જે બદલ તેમને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રૂ. 5 હજારનું ઇનામ આપવામાં આવ્યું છે. આ સરાહનીય કામગીરી અન્યને પણ પ્રેરણા આપે તેવી છે.

આ પણ વાંચો --VADODARA : રાજકીય ગરમાવો આવે તેવા બેનર કાંડના મુખ્ય સૂત્રધાર રૂત્વિજ જોષી, હવે અટલાદરા પોલીસ પુછપરછ કરશે

Advertisement

Tags :
Advertisement

.