vadodara : વડોદરા શહેરના નવા મેયર તરીકે પિંકીબેન સોનીની વરણી
ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વડોદરાથી મોટી જાહેરાત કરી છે. વડોદરાના નવા મેયર તરીકે પીંકીબેન સોનીના નામની જાહેરાત કરી છે. જે નામની ચર્ચા હતી, તે સિવાયના નવા નામની જાહેરાતથી સૌ કોઈ ચોંકી ગયા છે. પીંકીબેન સોની વડોદરાના નવા મેયર બન્યા છે. ત્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટની જાહેરાત કરવામાં આવી છે. અને શીતલ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલની પસંદગી કરવામાં આવી છે.
પીંકીબેન સોની વડોદરાના 61મા અને ચોથા મહિલા મેયર બન્યા છે. આ અગાઉના ભારતીબેન વ્યાસ, ડો. જ્યોતીબેન પંડ્યા અને ડો. જીગીષાબેન શેઢ વડોદરાના મેયર રહી ચૂક્યા છે. વડોદરા શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયા ભાજપ કાર્યલય મેન્ડેટ લઈ પહોંચ્યા હતા. આ પહેલા શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહ સાથે બંધ બારણે બેઠક કરી હતી. તેના બાદ નામોની જાહેરાત કરાઈ છે.
શહેરના ચોથા મહિલા મેયર પિંકી સોનીએ સ્ટેન્ડિંગ કમિટીના નવા 12 સભ્યોની નિમણૂક થશે. વડોદરાને આજે નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ મળ્યા છે. મેયર તરીકે મહિલા નગર સેવિકાની પસંદગી થશે. આજે કોર્પોરેશનના મેયર સહિત પાંચ હોદ્દેદારો અને સ્થાયી સમિતિના નવા સભ્યોના નામોની જાહેરાત થઇ છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડક પદ મેળવવા પદ વાંચ્છુઓએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું.
આ પણ વાંચો -ખાનગી માહિતી અને ડેટાના આધારે પૈસા પડાવતા સાયબર એકસપર્ટની ધરપકડ