Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : માથાભારેએ પોલીસને કહ્યું, "પીસીઆર પર પથ્થર ફેંકી આગળ જવા નહિ દઇએ"

VADODARA POLICE : વડોદરા (VADODARA) ના ગોરવા (GORWA) પંચવટી વિસ્તારમાં વાહન પાર્કિંગ (VEHICLE PARKING) બાબતે થયેલી બબાલમાં પોલીસ કંટ્રોલ રૂમ (POLICE CONTROL ROOM) માં જાણ કરવામાં આવી હતી. જેના આધારે સ્થળ પર પહોંચેલી પીસીઆર (PCR) વાનમાં ઝગડો કરનારને બેસાડવા જતા...
vadodara   માથાભારેએ પોલીસને કહ્યું   પીસીઆર પર પથ્થર ફેંકી આગળ જવા નહિ દઇએ
Advertisement

VADODARA POLICE : વડોદરા (VADODARA) ના ગોરવા (GORWA) પંચવટી વિસ્તારમાં વાહન પાર્કિંગ (VEHICLE PARKING) બાબતે થયેલી બબાલમાં પોલીસ કંટ્રોલ રૂમ (POLICE CONTROL ROOM) માં જાણ કરવામાં આવી હતી. જેના આધારે સ્થળ પર પહોંચેલી પીસીઆર (PCR) વાનમાં ઝગડો કરનારને બેસાડવા જતા તેમણે પોલીસ જવાન સાથે ગેરવર્તણુંક કરી ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. આખરે ચાર લોકો સામે જવાહર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વર્ધી મળતા પીસીઆર ઘટના સ્થળે પહોંચી

જવાહર નગર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહેશભાઇ નવલભાઇએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ પીસીઆરમાં હતા. તેવામાં કંટ્રોલ રૂમમાં વર્ધી મળી કે, ગોરવા પંચવટી અંબિકા પાર્ક સોસાયટીની બાજુમાં ખોડિયાર પાર્ક સોસાયટીમાં આવેલા મકાનમાં કેટલાક શખ્સો ઝગડો કરી રહ્યા છે. જે બાદ પીસીઆર ઘટના સ્થળે પહોંચી હતી. અને ફોન કરનાર રાજેન્દ્રભાઇ સોલંકીને મળતા તેમણે જણાવ્યું કે, અમારા પાડોશમાં રહેતા છગનભાઇ હરજીભાઇ દાયમા, સુરેશભાઇ દાયમા તથા લોકેશ ખીંચી (તમામ રહે. ખોડિયાર નગર) દ્વારા તેમની અને તેમના પત્ની ભાવનાબેન રાજેન્દ્રભાઇ સોલંકી વાહન પાર્કિંગ બાબતે ઝગડો કરવામાં આવ્યો હતો.

Advertisement

બીજી વાર આ બાજુ ગાડી લઇને આવ્યા તો જાનથી મારી નાંખીશું

જે બાદ તેઓને પીસીઆર ગાડીમાં બેસાડવા જતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. અને જેમ તેમ બોલવાનું શરૂ કરી દીધું હતું. અને પોલીસ જવાનની ફેંટ પકડીને ઝપાઝપી કરી કહ્યું, બીજી વાર આ બાજુ ગાડી લઇને આવ્યા તો જાનથી મારી નાંખીશું. જીવતા છોડીશું નહિ. આ સાથે જ ધમકી આપી કે, પીસીઆર વાન પર પથ્થર ફેંકી પોલીસ વાનને આગળ જવા નહિ દઇએ. આમ કરી તમામે પોલીસની કાર્યવાહીમાં ફરજ પર રૂકાવટ ઉભી કરી હતી.

Advertisement

ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી

આખરે છગનભાઇ હરજીભાઇ દાયમા, સુરેશભાઇ છગનભાઇ દાયમા (બંને રહે. ખોડિયાર નગર, કરોડિયા રોડ) તથા લોકેશ ખીંચી (રહે. ખોડિયાર પાર્ક સોસાયટી) અને રાજેશભાઇ ખીંચી (રહે. પંચવટી) સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો -- SOU : એકતા નગરમાં 5 ગામના અસરગ્રસ્તોને 230 દુકાનો ભાડાપટ્ટે અપાશે

Tags :
Advertisement

.

×