VADODARA : પાણીપુરી વેચનારની પુત્રીએ બોર્ડની પરીક્ષામાં "સફળતા"નો સ્વાદ ચાખ્યો
VADODARA : વડોદરા (VADODARA) સહિત રાજ્યભરમાં આજે ધો. 10 બોર્ડની પરીક્ષા (GUJARAT BOARD 10 STD REDULT) ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વડોદરામાં પાણીપુરી વેચનારની પુત્રીએ ટોચનું સ્થાન મેળવી (BOARD EXAM TOPPER) ને સફળતાનો સ્વાદ ચાખ્યો હોવાનું સામે આવ્યું છે. તે હવે ડોક્ટર બનવાનું પોતાનું સ્વપ્ન પુર્ણ કરવા માંગે છે.
ભણવા માટે બલિદાન તો આપવું જ પડે
શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઇ કુશ્વાહાની પુત્રી પુનમ કુશ્વાહાએ ધો. 10 બોર્ડની પરીક્ષામાં 99.72 પીઆર મેળવી (BOARD EXAM TOPPER) ને સફળતાનો સ્વાદ ચાખ્યો છે. પિતા 25 વર્ષથી પાણીપુરી વેચી રહ્યા છે. પુનમ જણાવે છે કે, ઘરમાં પાણીપુરી બનાવવાના કારણે ક્યારેક ડિસ્ટર્બ થવાતું હતું.પરિસ્થીતી ગમે તે હોય મારે ભણવું હતું, એટલે હું એડજેસ્ટ કરી લેતી હતી. સવારે વધારે કામ રહેતું હતું, સવારે 6 વાગ્યાથી કામ શરૂ થઇ જતું હતું. મારે સવારે 6 વાગ્યે તૈયાર થવાનું હતું. ભણવા માટે બલિદાન તો આપવું જ પડે. રવિવારના દિવસે રજા હોવાથી હું પિતાજીને કામમાં મદદ કરતી હતી. ફ્રી હોઉ ત્યારે મદદ કરતી હતી. સાંજે ભણવા માટે જરૂરી સમય મળી રહેતો હતો.
ડોક્ટર બનવું છે
વધુમાં તેણે જણાવ્યું કે, હું ધો. 6 બાદથી ટ્યુશન નથી લઇ રહી. અમારી સ્કુલ શ્રી નારાયણ વિદ્યાલય (SHREE NARAYAN VIDHYALAYA) કોન્સેપ્ટ સ્કુલ છે. અહિંયા કોચીંગની જરૂર નથી પડતી. રોજ 3 - 4 કલાક વાંચવું જોઇએ. રોજ પ્રેક્ટીસ કરવાથી કોઇ તકલીફ નથી પડતી. પિતાને મદદ કરવા માટે સવારે 12 વાગ્યા સુધી મદદ કરતી, તે પણ રજા હોય ત્યારે જ. દરમિયાન જીવનમાં આગળ કામ કરવા માટે અલગ અલગ કામ શીખતા હતા. આગળ મારે સાયન્સમાં એડમિશન લેવું છે, અને ડોક્ટર બનવું છે. પિતાજીએ વધારે કામ કરવા નથી દીધું. મોટી બહેનના લગ્ન હતા તો જલ્દી ગામડે જઇને પરત આવીને વાંચન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સરકારે માર્ક્સના આધારે સ્કોલરશીપ આપવી જોઇએ.
પરિજનોની કોઇ મદદ મળી નથી
તેના પિતા પ્રકાશભાઇ જણાવે છે કે, દિકરી મને જરૂર પડે તો મદદ કરતી હતી. પણ તેના વાંચન પર રાખવામાં આવતું હતું. અમારા ધંધામાં બાળકોની જરૂરત રહેતી હતી. ફતેપુરામાં અમારૂ ઘરે છે. હું અગાઉ ગલીગલી ફરીને ધંધો કરતો હતો. હવે બે વર્ષથી ન્યાય મંદિરમાં જ રેંકડી લગાડું છું. પરિજનોની કોઇ મદદ મળી નથી.
હું બધુ કામ પતાવતી
તેના માતા જણાવે છે કે, તેના પિતા તેને વાંચવા માટે જણાવતા, વચ્ચે ક્યારેક તેની પાસે કામ લેતા હતા. બપોર બાદ તેઓ નિકળી જતા હતા અને હું બધુ કામ પતાવતી, ત્યારે દિકરી વાંચન કરતી હતી. તેના પિતા રાત્રે 11 વાગ્યે પરત આવતા ત્યાં સુધી તે વાંચતી રહેતી હતી. અમે મુળ અલ્હાબાદ, યુપીના છીએ. દિકરીની પરીક્ષાને લઇને ગામડે જવું નથી. અમે તેમના ભણવા પર ધ્યાન આપી રહ્યા છીએ.
આ પણ વાંચો -- VADODARA : ખોટા લગ્ન કરાવી મોટી રકમ પડાવી