VADODARA : પાદરા પાસે ધોબી ઘાટ પર દિવાલ ધરાશાયી, મહિલાઓ ઇજાગ્રસ્ત
VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા પાદરાના મુજપુર ગામે પટેલ વગા વિસ્તારમાં ધોબી ઘાટ આવેલો છે. આજે સવારે ધોબી ઘાટ પર કપડાં ધોતી મહિલાઓ પર દિવાલ ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. તળાવમાં પાણીનો ફ્લો વધવાના કારણે દિવાલ ધરાશાયી થઇ હોવાનું હાલ તબક્કે સામે આવવા પામ્યું છે. આ ઘટનામાં એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પંચાયત સભ્યો, તલાટી સહિતના હોસ્પિટલ દોડ્યા હતા.
6 મહિલાઓ ઇજાગ્રસ્ત
આજે સવારે વડોદરા પાસે આવેલા પાદરાના મુજપુર ગામે પટેલ વગા વિસ્તારમાં ધોબી ઘાટ પર કપડાં ધોતી મહિલાઓ પર દિવાલ ધડાકાભેર ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. તળાવમાં પાણીનું સ્તર વધતા આ ઘટના ઘટી હોવાનો અંદાજ છે. ધટનામાં 6 મહિલાઓ ઇજાગ્રસ્ત થઇ હતી. જેમને સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાને પગલે સ્થાનિક પંચાયત સભ્યો અને તલાટી હોસ્પિટલ દોડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
એક મહિલાને વધુ ઇજાઓ પહોંચી
વડોદરા જિલ્લા પંચાયત સભ્ય હર્ષદસિંહ પરમાર જણાવે છે કે, આજરોજ મુજપુર ગામે દુખદ ઘટના બની છે. ધોબી ઘાટના તળાવમાં પાણીનો ફ્લો વધવાથી દિવાલ તુટી ગઇ હતી. જેમાં મહિલાઓ ઇજાગ્રસ્ત થઇ હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલાઓને મુજપુર સરકારી દવાખાના તથા ક્રોસરોડ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં એક મહિલાને વધુ ઇજાઓ પહોંચી છે. અન્ય પાંચ મહિલાઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. આગેવાનો-પરિવારો સાથે ચર્ચા કરીને કામગીરી ચાલુ રાખીશું. આ ઘટના સવારે 9 વાગ્યે બની હતી. તળાવમાં પાણીનો ફ્લો વધી જવાથી દિવાલ ધરાશાયી થઇ હતી. દિવાલ ધરાશાયી થવાથી જે મહિલાઓ ધોબી ઘાટ પર કપડાં ધોતી હતી. તેમને ઇજાઓ પહોંચી હતી. કુલ 6 ઇજાગ્રસ્ત થયા હતા. ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે ત્રણ મહિલાઓને દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો -- VADODARA : VMC ની કચેરી નજીક રહેતા રહીશો દુર્ગંધ મારતા પાણીથી ત્રસ્ત