Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ક્રિકેટર TMC માંથી સાંસદ બનતા ભાજપ અગ્રણીની પોસ્ટ ચર્ચામાં

VADODARA : વડોદરામાં રહેતા ક્રિકેટર યુસુફ પઠાણ (CRICKETER YUSUF PATHAN) ને મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ (TMC) દ્વારા સાંસદ પદની ટીકીટ આપવામાં આવી હતી. જેમાં તેનો વિજય થયો છે. જે બાદ વડોદરાના પૂર્વ મેયર અને ભાજપ અગ્રણી દ્વારા નામ લીધા...
vadodara   ક્રિકેટર tmc માંથી સાંસદ બનતા ભાજપ અગ્રણીની પોસ્ટ ચર્ચામાં

VADODARA : વડોદરામાં રહેતા ક્રિકેટર યુસુફ પઠાણ (CRICKETER YUSUF PATHAN) ને મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ (TMC) દ્વારા સાંસદ પદની ટીકીટ આપવામાં આવી હતી. જેમાં તેનો વિજય થયો છે. જે બાદ વડોદરાના પૂર્વ મેયર અને ભાજપ અગ્રણી દ્વારા નામ લીધા વગર એક સોશિયલ મીડિયા પોસ્ટ મુકવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, વડોદરાવાસીઓ ધ્યાનમાં રહે, બંગાળમાં રોહિંગિયા મુસ્લીમ ઘૂસણખોરોની હમદર્દ મમતાની પાર્ટી (TCM) ના એક ખેલાડી આપણાં જ શહેરના તાંદલજાથી છે.

Advertisement

85,022 ની લીડ મેળવી

આ વખતની લોકસભાની ચૂંટણી ભારે રસાકસી વાળી હતી. અને તેના પરિણામો તો સૌ કોઇને ચોંકવારા સામે આવ્યા છે. વડોદરાના બે ભાઇઓની જોડી ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણની ક્રિકેટમાં સફળ કારકિર્દી રહી છે. ત્યાર બાદ તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસ દ્વારા યુસુફ પઠાણને પશ્ચિમ બંગાળની બહેરામપુર બેઠક ( BAHARAMPUR SEAT WEST BENGAL) પરથી ઉમેદવાર જાહેર કર્યા હતા. તેમની સામે કોંગ્રેસના પીઢ નેતા અધિર રંજન ચૌધરી હતા. તો ભાજપે આ બેઠક પરથી ડો. નિર્મલ કુમાર સાહાને ઉતાર્યા હતા. તે પૈકી વિજેતા યુસુફ પઠાણને 5,24,516 મત મળ્યા હતા. તે પૈકી 85,022 ની લીડ હતી.

Advertisement

હમદર્દ મમતાની પાર્ટી (TCM

ક્રિકેટમાં સફળ યુસુફ પઠાણ હવે સાંસદમાં નવી ઇનીંગની શરૂઆત કરશે. તેવામાં વડોદરાના પૂર્વ મેયર અને સિનિયર નેતા સુનિલ સોલંકીની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. જેમાં તેમણે નામ લીધા વગર આડકતરૂ નિશાન યુસુફ પઠાણ પર તાક્યું છે. તેઓ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખે છે કે, વડોદરાવાસીઓ ધ્યાનમાં રહે, બંગાળમાં રોહિંગિયા મુસ્લીમ ઘૂસણખોરોની હમદર્દ મમતાની પાર્ટી (TCM) ના એક ખેલાડી આપણાં જ શહેરના તાંદલજાથી છે.

વડોદરામાં પરિવાર

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષોથી પઠાણ બંધુઓ શહેરના તાંદલજા વિસ્તારમાં રહે છે. ક્રિકેટમાં સફળ કારકિર્દી બાદ ફુરતસ મળ્યે તેઓ વડોદરામાં પરિવાર સાથે વધુ સમય વિતાવવાનું પસંદ કરતા હોય છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : MGVCL માં ગેરરીતિ આચરી પરીક્ષા પાસ કરનારા ઘરભેગા થવાની તૈયારી

Tags :
Advertisement

.