Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ભાજપના વધુ એક મહિલા કોર્પોરેટરનો કિસ્સો પોલીસ મથક પહોંચ્યો

VADODARA : વડોદરા ભાજપ (VADODARA BJP) માં જૂથબંધીની ધીરે ધીરે વોર્ડ કક્ષા સુધી પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે. તાજેતરમાં ભાજપના મહિલા કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાએ કાર્યકર્તા વિરૂદ્ધ આરોપો મુક્યા બાદ મામલો પોલીસ મથક (POLICE STATION) પહોંચ્યો હતો. જે બાદ હવે...
vadodara   ભાજપના વધુ એક મહિલા કોર્પોરેટરનો કિસ્સો પોલીસ મથક પહોંચ્યો

VADODARA : વડોદરા ભાજપ (VADODARA BJP) માં જૂથબંધીની ધીરે ધીરે વોર્ડ કક્ષા સુધી પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે. તાજેતરમાં ભાજપના મહિલા કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાએ કાર્યકર્તા વિરૂદ્ધ આરોપો મુક્યા બાદ મામલો પોલીસ મથક (POLICE STATION) પહોંચ્યો હતો. જે બાદ હવે શહેર ભાજપના અન્ય મહિલા કાઉન્સિલર સાથે બનેલી ઘટનાનો મામલો પોલીસ મથક પહોંચ્યો છે. જે બાદ ભાજપ સંગઠનના અગ્રણીઓ દ્વારા દરમિયાનગીરી કરીને મામલે થાળે પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી

લોકસભાની ચૂંટણીના મતદાન સમયે ભાજપના મહિલા કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા અને સ્થાનિક કાર્યકરો વચ્ચે કામગીરી બાબતે બોલાચાલી થઇ હતી. જે બાદ પ્રફુલ્લાબેન દ્વારા કાર્યકર પર ગેરવર્તણુંક કરી હોવાના આરોપ મુકવામાં આવ્યા હતા. અને આ અંગે સ્થાનિક પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી હતી. આ બાદ સ્થાનિક કાર્યકરોએ એકત્ર થઇને તેમનો બોયકોટ કર્યો હતો. હજી આ મામલો ધીરે ધીરે શાંત થવા જઇ રહ્યો છે. તેવામાં અન્ય વિસ્તારના ભાજપના મહિલા કોર્પોરેટર સાથે બનેલો કિસ્સો પોલીસ મથક પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

વાત જાણવામાં કોઇ રસ નથી

સમગ્ર ઘટનાને લઇને પ્રબળ લોકચર્ચા અનુસાર, વોર્ડ નં - 16 ના મહિલા કાઉન્સિલરને અચાનક એક કાર્યકર્તાનો ફોન આવ્યો હતો. અને તેણે જણાવ્યું કે, તમારો ફોન આવ્યો હતો. એટલે મેં તમને ફોન કર્યો છે. જે બાદ મહિલાએ સ્પષ્ટતા કરી કે, મેં કોઇ ફોન કર્યો નથી. કાર્યકર્તાએ કહ્યું કે, તમે પિન્કીબેન અંગેની વાતો જાણવા માટે ફોન કર્યો હતો. ફરી એક વખત મહિલા કાઉન્સિલર ફોન ન કર્યો હોવાની સ્પષ્ટતા આપે છે. અને કહે છે કે, મને કોઇની વાત જાણવામાં કોઇ રસ નથી.

Advertisement

ગોળ ગોળ વાતો શરૂ કરી દીધી

અચાનક આવેલા ફોન કોલ અને સામે કાર્યકર્તા દ્વારા જાતે જ ઉપજાવી કાઢેલા સવાલો પુછવામાં આવતા મહિલા કોર્પોરેટરને કોઇ વ્યક્તિએ જાણી જોઇને ફોન કરાવ્યો હોય તથા આ ફોન સ્પીકર પર રાખીને અન્ય વ્યક્તિ પણ સાંભળતું હોવા અંગે શંકા ગઇ હતી. જેથી તેમણે આ અંગે તાત્કાલિક પોલીસ મથક જઇને ફરિયાદ કરી હતી. જે બાદ કાર્યકર્તાને બોલાવવામાં આવ્યો હતો. પોલીસની સામે કાર્યકર્તા ઢીલો પડી ગયો હતો. અને તેણે સ્વિકાર કર્યો કે, મહિલા કોર્પોરેટરને ફોન કરતા સમયે તેની સાથે પિન્કીબેન નામની મહિલા હતી. પછી તેણે પિન્કીબેનની ઓળખને લઇને ગોળ ગોળ વાતો શરૂ કરી દીધી હતી. અને સ્વબચાવ કર્યો હતો. તેવામાં સંગઠનના હોદ્દેદારો દ્વારા દરમિયાનગીરી કરીને મામલે થાળે પાડવામાં આવ્યો હતો.

કોંગી અગ્રણીમો મામલો ચર્ચાથી આગળ ન વધી શક્યો

તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કેટલાક લોકોને હાલના કોંગ્રેસના સિનિયર નેતા દ્વારા ફોન કરવામાં આવ્યા હતા. અને તેમની સાથે કડક ભાષામાં વાત કરવામાં આવી હતી. જે બાદ ધમકી મળ્યાની વાતો વહેતી થઇ હતી. આ વાતની ભનક ભાજપ અગ્રણી સુધી પહોંચતા તેમણે બેઠક યોજીને વિગતવાર માહિતી મેળવી હતી. તેમાં રેકોર્ડિંગ પણ રજુ કરવામાં આવ્યું હતું. જો કે, રેકોર્ડિંગમાં વાતચીત જરૂર હતી, પરંતુ ધમકીના સુર જણાતા ન્હતા. જેથી વાત આગળ વધી શકી ન્હતી.

Advertisement

આ પણ વાંચો -- પદ્મિનીબા બાદ P. T. Jadeja ના સંકલન સમિતિ સામે ગંભીર આક્ષેપ, ‘ગદ્દાર’ શબ્દના ઉપયોગ સાથે ઓડિયો ક્લિપ વાઇરલ!

Tags :
Advertisement

.