Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : નવનિયુક્ત પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે ચાર્જ સંભાળ્યો, જાણો શું કહ્યું

VADODARA : વડોદરા (VADODARA) ના નવનિયુક્ત પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે (Narsimha N. Komar IPS) આજે ચાર્જ સંભાળ્યો છે. તેમણે ચાર્જ સંભાળતાની સાથે જ શહેરમાં આવનાર દિવસોમાં કયા મુદ્દાઓ પર પોલીસ ધ્યાન કેન્દ્રિત કરશે, વડોદરાનું મહત્વ શું તેવા અનેક મામલે મીડિયા...
vadodara   નવનિયુક્ત પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે ચાર્જ સંભાળ્યો  જાણો શું કહ્યું

VADODARA : વડોદરા (VADODARA) ના નવનિયુક્ત પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે (Narsimha N. Komar IPS) આજે ચાર્જ સંભાળ્યો છે. તેમણે ચાર્જ સંભાળતાની સાથે જ શહેરમાં આવનાર દિવસોમાં કયા મુદ્દાઓ પર પોલીસ ધ્યાન કેન્દ્રિત કરશે, વડોદરાનું મહત્વ શું તેવા અનેક મામલે મીડિયા સામે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે. પોલીસ કમિશનર દ્વારા રામનવમીની શોભાયાત્રાથી લઇને નાગરિકોની સુખાકારી માટે આગામી સમયમાં અનેક પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું છે.

Advertisement

એડમિનીસ્ટ્રેટીવ સિસ્ટમમાં વડોદરા મહત્વનું શહેર

વડોદરાના નવનિયુક્ત પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે આજે ચાર્જ સંભાળ્યો છે. જે બાદ તેમણે જણાવ્યું કે, ગૃહવિભાગ ગુજરાત સરકાર દ્વારા પોલીસ કમિશનર વડોદરા શહેર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આજે પદભાર સંભાળ્યો છે. વડોદરા મધ્યગુજરાતમાં સૌથી અતિ મહત્વનું શહેર છે. અને એક ઉભરાઇ રહેલું મેટ્રોપોલિટન સિટી છે. વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. રાજ્યના એડમિનીસ્ટ્રેટીવ સિસ્ટમમાં વડોદરા મહત્વનું શહેર છે. પોલીસીંગ સ્તરે પણ એક પડકારજનક શહેર છે. વડોદરા મુંબઇ-દિલ્લી ઇકોનોમીક કોરીડોર પર આવેલું છે. ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેડ, સાથે સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ પણ આવેલી છે. શહેર ટ્રેડિશનલ ક્રાઇમ, સાયબર ક્રાઇમ, ફાઇનાન્શિયલ ક્રાઇમની દ્રષ્ટિએ મહત્વનું છે. આવા પડકારોને પહોંચી વળવા વડોદરા પોલીસ સક્ષમ છે. આવનાર દિવસોમાં સામાન્ય પોલીસીંગ અને ટ્રેડિશનલ ક્રાઇમ સાથે સાથે સાયબર ક્રાઇમ, ફાઇનાન્શિયલ ક્રાઇમ પર ફોકસ રહેશે.

રામનવમીના પરીપ્રેક્ષમાં ઝીણવટભરી ડિપ્લોયમેન્ટ કરવાની તૈયારી

વધુમાં તેમણે કહ્યું કે, નજીકના ભવિષ્યમાં લોકસભા 2024 ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. નોમિનેશન ચાલુ થઇ ગયું છે. આદર્શ આચાર સંહિતા લાગુ છે. શાંતિ પૂર્વક ચૂંટણી પૂર્ણ થાય તે માટે વડોદરા પોલીસ સક્રિય રહેશે. શહેરીજનોને સંપૂર્ણ સાથ-સહકાર મળશે. લોકોની સુખાકારી માટે અનેક પ્રયત્નો કરવામાં આવશે. રામનવમીના પરીપ્રેક્ષમાં ઝીણવટભરી ડિપ્લોયમેન્ટ કરવાની તૈયારી છે. તેની તૈયારીઓ થઇ ગઇ છે. આજે ચાર્જ લીધા બાદ સિક્યોરીટી વ્યવસ્થાની સમીક્ષ થશે. આયોજકો, સંંબંધિત ડિપાર્ટમેન્ટ અને શોભાયાત્રાની સંવેદનશીલતાના ધ્યાને રાખીન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવા પ્રયાસો રહેશે.

Advertisement

આપણે તૈયાર છે

વધુમાં તેમણે ઉમેર્યું કે, સંવેદનશીલ વિસ્તારોમાં ફોર્સ મુકવી, સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાતી, ખાસ સાધનો અને ટુલ-કીટ સહિત મુકી વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પ્રયાસો કરવામાં આવશે. શહેરની સુરક્ષા અને સલામતી માટે જે કંઇ કરવાની અને જે પ્રકારના નેતૃત્વની જરૂરત છે તે કરવા માટે આપણે તૈયાર છે.

આ પણ વાંચો -- VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારે ફોર્મ ભરતા પહેલા પંચમુખી હનુમાનજી મંદિરે શીશ ઝુકાવ્યું

Advertisement

Tags :
Advertisement

.