Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : નર્મદા પરિક્રમા તાત્કાલિક પુન: શરૂ કરવા માંગ

VADODARA : તાજેતરમાં નર્મદા પરિક્રમા (NARMADA PARIKRAMA) ના સમયગાળા દરમિયાન મધ્યપ્રદેશમાંથી પાણી છોડવામાં આવતા નદીનું જળ સ્તર વધ્યું છે. જેને લઇને પરિક્રમા સ્થગિત કરી દેવી પડી છે. તેવામાં આજે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના આગેવાનો દ્વારા નર્મદા પરિક્રમા પુન: શરૂ કરવા માટે...
vadodara   નર્મદા પરિક્રમા તાત્કાલિક પુન  શરૂ કરવા માંગ

VADODARA : તાજેતરમાં નર્મદા પરિક્રમા (NARMADA PARIKRAMA) ના સમયગાળા દરમિયાન મધ્યપ્રદેશમાંથી પાણી છોડવામાં આવતા નદીનું જળ સ્તર વધ્યું છે. જેને લઇને પરિક્રમા સ્થગિત કરી દેવી પડી છે. તેવામાં આજે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના આગેવાનો દ્વારા નર્મદા પરિક્રમા પુન: શરૂ કરવા માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

કલેક્ટરાલયમાં આવેદન પત્ર આપી રજૂઆત

વડોદરા નજીકથી માં નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા થાય છે. દર વર્ષે વધુમાં વધુ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહિંયા આવી પરિક્રમામાં ભાગ લે છે. અને ધન્યતા અનુભવે છે. દરમિયા પરિક્રમાનો સમયગાળો અંતિમ તબક્કામાં પહોંચે તેવામાં જ મધ્યપ્રદેશમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઇને નર્મદા નદીનું જળ સ્તર વધ્યું હતું. જે જોતા જ રાતોરાત નર્મદા પરિક્રમા બંધ કરી દેવી પડી હતી. પહેલી રાત્રે તો અસંખ્યા શ્રદ્ધાળુઓ અટવાયા હતા. જો કે, હવે આ મામલે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ મેદાને આવ્યું છે. અને પરિક્રમા પુન: શરૂ કરવા માટે જિલ્લા કલેક્ટરાલયમાં આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે.

તાત્કાલિક ધોરણે પરિક્રમા શરૂ કરવામાં આવે

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના મહામંત્રી મનોજ અગ્રવાલે જણાવ્યું કે, જિલ્લામાં પૌરાણિક નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા ચાલે છે. આ વખતે શરૂઆતમાં રોકટોક કર્યા બાદ તેને મંજૂરી આપી હતી. 29, એપ્રિલના રોજ રાતોરાત પરિક્રમા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અને લાખો શ્રદ્ધાળુઓ ત્યાં અટવાઇ ગયા હતા. આંતરરાષ્ટ્રીય હિંદુ પરીષદ દ્વારા આ મામલે આવેદનપત્ર આપીને રજુઆત કરી છે. તહેવારો પર પ્રતિબંધ કેમ મુકી રહ્યા છે. તાત્કાલિક ધોરણે આ પરિક્રમા શરૂ કરવામાં આવે તેવી માંગ છે.

Advertisement

સરકાર અને પ્રશાસન બંનેની દાનત ખોરી

વધુમાં તેઓ જણાવે છે કે, અધિકારી દ્વારા અમારી રજૂઆતને આગળ મોકલવા જણાવ્યું છે. જો તેમ કરવામાં નહિ આવે તો અમે આંદોલન કરતા ખચકાઇશું નહિ. સરકાર અને પ્રશાસન બંનેની દાનત ખોરી છે, આટલા ક્યૂસેક પાણી છોડવાની જરૂર જ શું પડી, તમે બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરી શકતા હતા. તમારી પાસે પ્રશાસન છે. તમે તહેવારો પર પ્રતિબંધ મુકો, હેરાન કરો આ જ લોકોની ગણતરી છે.

આ પણ વાંચો -- VADODARA : “ડિપોઝીટ ગુમાવનારા ભેગા થયા…જીતાડવા નિકળ્યા”, ધર્મેન્દ્રસિંહનો પલટવાર

Advertisement

Tags :
Advertisement

.