ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : નર્મદા ભુવનના જનસેવા કેન્દ્રની વ્યથા, "મેં પાની પાની હો ગયા"

VADODARA : વડોદરા (VADODARA) ના નર્મદા ભુવન (NARMADA BHAVAN) માં સરકારના અનેક મહત્વના વિભાગોની ઓફિસો આવેલી છે. તેની નીચે જ જન સેવા કેન્દ્ર (JAN SEVA KENDRA) કાર્યરત છે. રવિવાર (SUNDAY) ની રજા બાદ આજે સોમવારે (MONDAY) જનસેવા કેન્દ્રમાં અનેક ઠેકાણે...
05:43 PM Apr 01, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના નર્મદા ભુવન (NARMADA BHAVAN) માં સરકારના અનેક મહત્વના વિભાગોની ઓફિસો આવેલી છે. તેની નીચે જ જન સેવા કેન્દ્ર (JAN SEVA KENDRA) કાર્યરત છે. રવિવાર (SUNDAY) ની રજા બાદ આજે સોમવારે (MONDAY) જનસેવા કેન્દ્રમાં અનેક ઠેકાણે પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ પાણીની સમસ્યા લાંબા સમય સુધી હલ નહિ થતા કેટલાય અરજદારોએ વિલા મોંઢે પરત ફરવું પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. તો બીજી તરફ તંત્ર દ્વારા પાણીનું લિકેજ શોધી તેનું સોલ્યુશન લાવવા માટેના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોટી સંખ્યામાં લોકોની અવર જવર

વડોદરામાં સરકારી વિભાગની અનેક મહત્વની ઓફિસો નર્મદા ભુવનમાં આવેલી છે. નાગરીકોએ અનેકવિધ કામો માટે નર્મદા ભુવન આવવું પડતું હોય છે. લોકોની સુવિધામાં વધારો કરવા માટે નર્મદા ભુવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જ મોટું જનસેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. સરકારી દસ્તાવેજોને લઇને કેટલાક મહત્વના કામો, અને સર્ટિફીકેટ ઇશ્યુ કરવા સહિતની કામગીરી આ જગ્યાએથી થાય છે. જનસેવા કેન્દ્રમાં સામાન્ય રીતે મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હોય છે.

અસંખ્ય અરજદારોએ નિરાશ થવાનો વારો આવ્યો

રવિવારની રજા બાદ જનસેવા કેન્દ્રની સેવા લેવા માટે સોમવારની વાટ જોનારા તમામ અરજદારોએ આજે નિરાશ થવાનો વારો આવ્યો છે. આજે સવારે જનસેવા કેન્દ્રની કચેરી ખુલતા જ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. રીતસર સાવરણો લઇને પાણી વાળીને દુર કરવું પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. પાણી સાફ કરતા સમયે લોકોના પ્રવેશ અટકાવવો પડ્યો હતો. જેના કારણે આજે જનસેવા કેન્દ્રનો દર સોમવારની જેમ મહત્તમ ઉપયોગ થઇ શક્યો ન હતો. અને અસંખ્ય અરજદારોએ નિરાશ થવાનો વારો આવ્યો હતો. પાણી અલગ અલગ જગ્યાઓ પર ભરાતા કામગીરી કરવી એક પડકાર સમાન બની ગયું હતું.

કેન્દ્ર બહાર સ્વચ્છતા જાળવણી નહિ

તો બીજી તરફ તંત્ર દ્વારા જનસેવા કેન્દ્ર સુધી પાણી પહોંચવાના લિકેજ સ્ત્રોતને શોધવા માટેની કવાયત શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ જનસેવા કેન્દ્ર બહાર સ્વચ્છતા જાળવવામાં નહિ આવતી હોવાનું પણ આજે અરજદારોના ધ્યાને આવ્યું હતું. આ કિસ્સા પરથી તંત્રએ બોધપાઠ લેવો જોઇએ તેવી લોક માંગ ઉઠી છે. અને સ્વચ્છતાના પાલન સહિત લિકેજને સત્વરે શોધીને ફરી આ પ્રકારે અરજદારોને મુશ્કેલી ન પડે તે રીતે તંત્રએ કામ કરવું પડશે.

આ પણ વાંચો --VADODARA : 1 લાખની વસ્તી વચ્ચે કાર્યરત ડમ્પીંગ યાર્ડ દુર કરવા માંગ

Tags :
bhavanfaceissuejankendraleakageNarmadaPeoplesevatroubleVadodarawater
Next Article