Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : નંદેસરીમાં ટેન્કરમાંથી એસિડ લીક થતા ભય પ્રસર્યો

VADODARA : વડોદરા (VADODARA) ના નંદેસરી (NANDESARI) વિસ્તારમાં આજે સવારે એસિડ (ACID) ભરેલા ટેન્કરમાં લિકેજ થતા લોકોમાં ભય પ્રસર્યો હતો. આ અંગેની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરાતા બંને સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે ટ્રાફિક નિયમન કર્યું હતું, તો ફાયરના...
vadodara   નંદેસરીમાં ટેન્કરમાંથી એસિડ લીક થતા ભય પ્રસર્યો

VADODARA : વડોદરા (VADODARA) ના નંદેસરી (NANDESARI) વિસ્તારમાં આજે સવારે એસિડ (ACID) ભરેલા ટેન્કરમાં લિકેજ થતા લોકોમાં ભય પ્રસર્યો હતો. આ અંગેની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરાતા બંને સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે ટ્રાફિક નિયમન કર્યું હતું, તો ફાયરના જવાનોએ સ્થિતી સત્વરે કાબુમાં લેવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. આ ઘટનાને પગલે ટેન્કર ચાલક વાહન છોડીને ફરાર થઇ ગયો હતો. જેને લઇને પોલીસ દ્વારા ફરાર ટેન્કર ચાલકને પકડી પાડવા માટેના ચક્રોગતિમાન કરવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

પ્રવાહી 100 જ્વલનશીલ હોવાનો અંદાજ

વડોદરા પાસે નંદેસરી ઓદ્યોગિક વસાહત આવેલી છે. આ વસાહતમાં કેમિકલ, ફાર્મા સહિતની નાની- મોટી કંપનીઓ આવેલી છે. આજે સવારે નંદેસરી ઓદ્યોગિક વસાહતમાં જતું હાઇડ્રોક્લોરિક એસિડ (HYDROCHLORIC ACID) ભરેલા ટેન્કરમાંથી અચાનક લિકેજ થવાનું શરૂ થઇ ગયું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ટેન્કરમાં રહેલું પ્રવાહી 100 જ્વલનશીલ હોવાના કારણે ટેન્કરમાંથી લિકેજ થતા સમયે ગેસ પણ નિકળતો જોવા મળ્યો હતો.

લોકો સલામત અંતરે ખસી ગયા

આ ગેસના કારણે આસપાસ હાજર લોકોમાં શ્વાસ લેવામાં તકલીફના અને આંખોમાં બળતરાના લક્ષણો જણાયા હતા. જેથી તેઓ લિકેજ સ્થળથી સલામત અંતરે ખસી ગયા હતા. અને સમગ્ર ઘટનાને લઇને ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બંનેના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ટેન્કરમાંથી નિકળેલા ગેસ પર માટી તેમજ ખાસ પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

Advertisement

ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

ફાયર વિભાગની કામગીરી પહેલા રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બને તેવી હાલત હતી. જે ફાયર વિભાગની કામગીરી બાદ દુર થઇ હતી. એસિડ લિકેજને લઇને સફેદ કલરના ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જેને લઇને સ્થાનિકો અને રાહદારીઓમાં ઉત્સુકતા સાથે ભયની લાગણી પ્રસરાવી હતી. તો બીજી તરફ ટેન્કર ચાલકે આવી કટોકટીભરી સ્થિતીમાં સ્થાનિકો અને તંત્રના સાથે રહીને કામ કરવાની જગ્યાએ તે ફરાર થઇ ગયો હતો.

જવાબ મેળવવા માટે તંત્રએ કમર કસી

સ્થાનિક પોલીસે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે, સાથે જ આ ટેન્કરમાંથી એસિડ લિકેજ થવાનુ કારણ, ટેન્કર ક્યાંથી આવ્યું હતું અને કઇ કંપનીમાં લઇ જવાનું હતું તેવા સવાલોના જવાબ મેળવવા માટે તંત્રએ કમર કસી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો --VADODARA : BJP MLA યોગેશ પટેલ ફરી નારાજ ?, જાણો શું થયું

Tags :
Advertisement

.