Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : MSU માં વટવૃક્ષ ધરાશાયી થતા ત્રણ વિદ્યાર્થીનીઓને બચાવી લેવાઇ

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં કોમર્સની યુનિટ બિલ્ડીંગ પાસે અચાનક વટવૃક્ષ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. જેમાં પરીક્ષા આપવા માટે આવેલી ત્રણ વિદ્યાર્થીનીઓ દબાઇ હતી. જો કે, આ સમયે નજીકમાં સિક્યોરીટી જવાન હોવાના...
vadodara   msu માં વટવૃક્ષ ધરાશાયી થતા ત્રણ વિદ્યાર્થીનીઓને બચાવી લેવાઇ

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં કોમર્સની યુનિટ બિલ્ડીંગ પાસે અચાનક વટવૃક્ષ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. જેમાં પરીક્ષા આપવા માટે આવેલી ત્રણ વિદ્યાર્થીનીઓ દબાઇ હતી. જો કે, આ સમયે નજીકમાં સિક્યોરીટી જવાન હોવાના કારણે ત્રણેય વિદ્યાર્થીનીઓને તાત્કલીક બચાવી લેવામાં આવી હતી. અને બાદમાં તેઓ પરીક્ષા આપવા રવાના થયા હતા.

Advertisement

માણસો કામે લાગ્યા

MSU ના ત્રીજા ગેટ ગણાતા, કોમર્સની યુનિટ બિલ્ડીંગ પાસે આવેલુ વટવૃક્ષ ધરાથાયી થતા ત્રણ વિદ્યાર્થીની દબાઇ જવા પામી છે. જો કે, નજીકમાં હાજર સિક્યોરીટી જવાને તાત્કાલીક દોડી જઇને તેમને બચાવી લીધા હોવાનું હાલ સામે આવી રહ્યું છે. ત્રણ વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપવા જઇ રહી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ તેઓ ઝાડ નીચે દબાઇ જતા તેઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ઘટના બાદ ધરાશાયી થયેલા ઝાડ કાપીને દુર કરવા માટે માણસોને કામે લગાડ્યા હોવાનું જોવા મળી રહ્યું છે

સ્લીપ ખાઇને પડી

બચાવ કાર્યમાં પ્રથમ પહોંચનાર સિક્યોરીટી જવાન હાર્દીક પવાર જણાવે છે કે, હું જમી રહ્યો હતો. તેવામાં મને ઝાડમાંથી કડાકો બોલવાનો અવાજ આવ્યો હતો. તેથી હું મારો જીવ બચાવીને દુર જઇ ગયો હતો. તેવામાં એક્ટીવા પર ત્રણ છોકરીઓ આવી રહી હતી. તે સ્લીપ ખાઇને પડી હતી. તેમના પર ઝાડ પડ્યું હતું. તે બાદ મેં મારી કે મારી બાઇકની પરવાહ કર્યા વગર છોકરીઓને રેસ્ક્યૂ કરી હતી. છોકરીઓ એક્ઝામ માટે આવી હતી. તેમને થોડુંક લોહી નિકળ્યું હતું. મેં તમામ છોકરીઓને સાંત્વના આપી હતી. અને તેમને સહી સલામત રીતે બહાર કાઢી લીધી હતી. મેં રેસ્ક્યૂ કાર્યની ટ્રેઇનીંગ લીધી હોવાના કારણે મને બીક લાગતી નથી. આ ઝાડ પડુપડુ થઇ રહ્યું હતું. મારી માંગ છે કે, જે પણ જગ્યાએ ગેટ હોય ત્યાં સિક્યોરીટી કેબિન બનાવવામાં આવે. તેને માન્ય રાખવામાં આવે, તેની રીકવેસ્ટ છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : શહેર પ્રમુખના નિવેદન બાદ BJP MLA નો વળતો પ્રહાર

Advertisement
Tags :
Advertisement

.