Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : MSU હોસ્ટેલની મેસ ફીમાં વધારાનો 99 ટકા વિદ્યાર્થીઓનો વિરોધ

VADODARA : વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ની હોસ્ટેલમાં મેસ ફી વધારવા માટેની હિલચાલ બાદ ભારે વિરોધ વંટોળા સર્જાયો છે. તે બાદ વીસીના બંગ્લે રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ પૈકી 200 પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી...
vadodara   msu હોસ્ટેલની મેસ ફીમાં વધારાનો 99 ટકા વિદ્યાર્થીઓનો વિરોધ

VADODARA : વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ની હોસ્ટેલમાં મેસ ફી વધારવા માટેની હિલચાલ બાદ ભારે વિરોધ વંટોળા સર્જાયો છે. તે બાદ વીસીના બંગ્લે રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ પૈકી 200 પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ વચ્ચે વિદ્યાર્થીઓ દ્વારા ગુગલ ફોર્મ થકી કરવામાં આવેલા આંતરિક સર્વેમાં 99 ટકા વિદ્યાર્થીઓ દ્વારા મેસ ફીના ધારાનો વિરોધ કર્યો હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓ પર થયેલા કેસ મામલે વિશ્વ હિન્દૂ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સોમવારે યુનિ. બંધનું એલાન આપવામાં આવ્યું છે. અને તે દરમિયાન જો કંઇ થાય તો તે અંગેની જવાબદારી વીસીવી રહેશે, તેમ જણાવ્યું છે.

Advertisement

ચીફ વોર્ડન દ્વારા દાવો કરવામાં આવ્યો

વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશનની શરૂઆતથી જ અલગ અલગ મામલે વિરોધ ચાલી રહ્યા છે. તાજેતરમાં યુનિ. હોસ્ટેલની મેસની ફીમાં ઠોકી બેસાડવામાં આવેલા વધારા બાદ પ્રચંડ વિરોધ ફાટી નિકળ્યો હતો. આ નિર્ણય પરત લેવા માટે વિદ્યાર્થીઓ વીસીના બંગ્લે રજુઆત કરવા ગયા હતા. ત્યાં રૂ. 2 હજારનું નુકશાન થતા 200 વિદ્યાર્થીઓ સામે રાયોટીંગ સહિતના કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ યુનિ.ના ચીફ વોર્ડન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેમના દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ ભોજનની ગુણવત્તા વધારવા માટે ફી વધારાને લઇને સહમત થયા હતા. તો બીજી તરફ વિદ્યાર્થીઓ દ્વારા ગુગલ ફોર્મ થકી કરવામાં આવેલા સર્વેમાં 99 ટકા વિદ્યાર્થીઓએ આ વાતનો વિરોધ દર્શાવ્યો હતો.

જવાબદારી વીસીવી રહેશે

વડોદરાના વિદ્યાર્થીઓ પર પોલીસ ફરિયાદ મામલે સાંસદ ડો. હેમાંગ જોશી, અને ધારાસભ્ય સર્વે યોગેશભાઇ પટેલ અને ચૈતન્ય દેસાઇ પણ પોતાનો વિરોધ નોંધાવી ચુક્યા છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓ પર થયેલા કેસ મામલે વિશ્વ હિન્દૂ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સોમવારે યુનિ. બંધનું એલાન આપવામાં આવ્યું છે. અને તે દરમિયાન જો કંઇ થાય તો તે અંગેની જવાબદારી વીસીવી રહેશે, તેમ જણાવ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : MSU ના 200 વિદ્યાર્થીઓ પર ફરિયાદ મામલે સાંસદે કહ્યું, “આ યોગ્ય નથી”

Advertisement
Tags :
Advertisement

.