Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : MSU માં પરીક્ષા સમયે વિદ્યાર્થીનીએ પ્રોફેસરને બચકું ભરી લીધુ

VADODARA : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં હાલ બીકોમની પરીક્ષાઓ (EXAMA TIME) ચાલી રહી છે. તે સમયે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વિદ્યાર્થીનીએ મહિલા પ્રોફેસરને બચકું ભરી લીધું હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઘટના અંગે ઉચ્ચકક્ષાએ...
vadodara   msu માં પરીક્ષા સમયે વિદ્યાર્થીનીએ પ્રોફેસરને બચકું ભરી લીધુ
Advertisement

VADODARA : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં હાલ બીકોમની પરીક્ષાઓ (EXAMA TIME) ચાલી રહી છે. તે સમયે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વિદ્યાર્થીનીએ મહિલા પ્રોફેસરને બચકું ભરી લીધું હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઘટના અંગે ઉચ્ચકક્ષાએ રીપોર્ટ સોંપવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તો બીજી તરફ વિદ્યાર્થીની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવી શકે છે, તેનું સુત્રો જણાવી રહ્યા છે.

ખરેખર ચોંકાવનારૂ

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અનેક કારણોસર ચર્ચામાં આવતી રહે છે. પરંતુ તાજેતરમાં જે કારણ સામે આવ્યું છે, તે ખરેખર ચોંકાવનારૂ છે. હાલમાં યુનિ.માં બીકોમ કોર્ષના દ્વિતિય વર્ષની પરીક્ષા ચાલી રહી છે. જેને લઇને અલગ અલગ બેઠક વ્યવસ્થા પ્રમાણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તેવામાં ગતરોજ કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડીંગમાં પેપર ચાલી રહ્યું હતું.

Advertisement

ટકોર કરી હતી

દરમિયાન પરીક્ષા આપી રહેલી એક વિદ્યાર્થીની ચોરી કરતી હોવાનું મહિલા પ્રોફેસરના ધ્યાને આવ્યું હતું. આ બાદ મહિલા પ્રોફેસર વિદ્યાર્થીનીને આમ નહિ કરવા માટે ટકોર કરી હતી. ટકોર કર્યા બાદ વિદ્યાર્થીનીએ ચોરી કરતા અટકી જવાની જગ્યાએ મહિલા પ્રોફેસરને બચકું ભરી લીધું હતું. જે બાર કોલેજ કેમ્પસમાં આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની હતી. ઘટનાને લઇને ફેકલ્ટી ડીન સહિતના પ્રોફેસર્સ દોડતા થઇ ગયા હતા. અને આ ઘટના અંગે તલસ્પર્થી તપાસ હાથ ધરી હતી.

Advertisement

નોંધ ઉચ્ચસ્તરે લેવાઇ

તો બીજી તરફ આ ઘટનાનો ભોગ બનનાર મહિલા પ્રોફેસર હેતલ રોય ટુંકમાં માહિતી આપતા જણાવે છે કે, આ ઘટના અંગે ઉપરી અધિકારીને જાણ કરવામાં આવી છે. તેમના દ્વારા વિદ્યાર્થીની પર પગલા લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. સુત્રો જણાવી રહ્યા છે કે, આ ઘટનાની નોંધ ઉચ્ચસ્તરે લેવાઇ છે. આવું કૃત્ય કરનાર વિદ્યાર્થીની સામે શિક્ષાત્મક પગલા લેવાઇ શકે છે. આ ઘટના બાદ વિદ્યાર્થીનીને આગામી પેપરમાં બેસવા દેવામાં આવે છે, કે પછી તેની સામે પરીક્ષા પૂર્ણ થયા બાદ પગલા લેવામાં આવે છે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- Sahil Khan Arrested: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો?

Tags :
Advertisement

.

×