ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : MSU માં એડમિશન ન મળતા વિદ્યાર્થી-વાલીઓનો વિરોધ

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU VADODARA) ને કોમન એક્ટ અંતર્ગત આવરી લેવામાં આવતા હવે ઘણુબઘુ બદલાયું છે. આ વર્ષે કોમન એડમીશન પોર્ટલના માધ્યમથી પ્રવેશ પ્રક્રિયા માટે મેરીટ લીસ્ટ જાહેર કરવાની શરૂઆત કરી દેવાઇ છે. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના...
03:50 PM Jun 13, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU VADODARA) ને કોમન એક્ટ અંતર્ગત આવરી લેવામાં આવતા હવે ઘણુબઘુ બદલાયું છે. આ વર્ષે કોમન એડમીશન પોર્ટલના માધ્યમથી પ્રવેશ પ્રક્રિયા માટે મેરીટ લીસ્ટ જાહેર કરવાની શરૂઆત કરી દેવાઇ છે. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષની યાદી જાહેર થતાં જ હોબાળો મચી ગયો હતો. 75 ટકાએ જનરલ કેટેગરીનું મેરીટ અટકાવી દેવાતા 5 હજાર કરતાં વધારે સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. તેવા સંજોગોમાં આજે એનએસયુઆઇની આગેવાનીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડીંગ પહોંચ્યા છે. અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

બે વર્ષથી ખાલી પડ્યા છે

NSUI અગ્રણી જણાવે છે કે, વડોદરાની ગલીઓ ગલીઓમાં એમએસયુનિના સત્તાધીશો માટે રોષ ફેલાયો છે. આ યુનિ.માં વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળતું હતું. પરંતુ કોમર્સમાં આ વખતે 75 ટકાએ એડમિશન અટકી ગયું છે. જે એમએસયુનિ માટે શરમજનક વાત છે. મહારાજા સયાજીરાવ યુનિ.ને ગાયકવાડે વિદ્યાર્થીઓ માટે ભેંટમાં આપેલી યુનિ છે. ભેંટમાં એટલા માટે આપી હતી કે, વડોદરાના વિદ્યાર્થીઓએ બહાર જઇને ભણવું ન પડે. યુનિ. સત્તાધીશો દ્વારા 5 હજારે એડમિશન અટકાવી દીધું છે. ભૂતકાળમાં 10 હજાર વિદ્યાર્થીઓને એડમિશન થયા છે. આનું કારણ એ હોઇ શકે કે ખાનગી યુનિ. સાથે તેમનું હિત જોડાયેલું હોઇ શકે. અમારી માંગ છે કે, વડોદરાના તમામ વિદ્યાર્થીઓને યુનિ.માં એડમિશન મળવું જોઇએ. વડોદરાના વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા છે. તે વિરોધમાં જોડાયા છે. યુનિ.માં વીર સાવરકર ભવન અને બી કોમ ઓનર્સ બે વર્ષથી ખાલી પડ્યા છે. તેનો ઉપયોગ વિદ્યાર્થીઓને બેસાડવા માટે કરો, હાલ તેનો કોઇ ઉપયોગ નથી. ખાનગી યુનિ.માં વિદ્યાર્થીઓએ મોટી ફી આપવી પડશે.

વડોદરાવાસીઓને પ્રાથમિકતા

વાલી હિતેષભાઇ જણાવે છે કે, મારા બાળકોને 74 ટકા આવ્યા છે. અમને એડમિશન મળ્યું નથી. એડમિશન કેમ નહી. આ લોકોનું ખાનગી યુનિ. જોડે કોઇ હિત જોડાયેલું હોઇ શકે. અમે રૂ. 1 લાખની ફી ક્યાંથી લાવીશું. અમારી માંગણી છે કે, એમ એસ યુનિ.માં વડોદરાવાસીઓને પ્રાથમિકતા મળવી જોઇએ.

આ પણ વાંચો -- VADODARA : શાળાઓ શરૂ થતા બાળકોની સુરક્ષાને ધ્યાને લઇને વાનનું ચેકીંગ

Tags :
admissionagitateBehindLeftmanyMsustudentVadodara
Next Article