VADODARA :રંજનબેન ભટ્ટની ચૂંટણી લડવાની અનિચ્છા બાદ સોશિયલ મીડિયામાં કોમેન્ટ્સનો મારો
VADODARA : વડોદરા (VADODARA) ના બે ટર્મથી સાંસદ રંજનબેન ભટ્ટે (MP RANJANBEN BHATT) પાર્ટી દ્વારા ત્રીજી ટર્મ માટે આપેલી ટીકીટ પર ચૂંટણી (LOKSABHA - 2024) લડવાની અનિચ્છા જાહેર કરી છે. જેથી હવે તેઓના ચૂંટણી લડવા પર પૂર્ણવિરામ મુકાઇ ગયો છે. આ વાત સોશિયલ મીડિયામાં તેમણે પ્રથમ મુકી હતી. હવે સોશિયલ મીડિયામાં તેમના દ્વારા તાજેતરમાં હીટ એન્ડ રનના આરોપીને પોલીસ મથકમાં છોડાવી જવાનો મામલે કોમેન્ટ્સ ઉભરાઇને આવી રહી છે. અને લોકો પોતાનો જુનો અને છુપો રોષ ઠાલવી રહ્યા છે.
રાત્રે પોલીસ મથકમાંથી છોડાવી ગયા હતા
તાજેતરના વડોદરાના ફતેગંજ વિસ્તારમાં હિટ એન્ડ રન (HIT AND RUN) ની ઘટના સામે આવી હતી. જેમાં આરોપી યુવક સાંસદ રંજનબેન ભટ્ટનો પાડોશી હોવાથી તેઓ તેને રાત્રે પોલીસ મથકમાંથી છોડાવી ગયા હતા. આ ઘટનામાં ટુ વ્હીલર પર જતા બે વિદ્યાર્થીઓ ફંગોળાયા હતા. અને ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. આટલા મોટા અકસ્માતના આરોપીને રંજનબેન ભટ્ટ છોડાવી જતા સામાન્ય શહેરીજનો સાથે જ રાજકીય મોરચે પણ ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે, તે બાદ પાર્ટીએ તેમને જ ટીકીટ આપતા રોષ જોવા મળ્યો હતો.
હિટ એન્ડ રન કેસ છવાયો
આ રોષ એ હદે પ્રગટ થયો કે રંજનબેન ભટ્ટ વિરૂદ્ધમાં પોસ્ટર વોર (POSTER WAR) શરૂ થઇ ગયું હતું. જો કે, આ પોસ્ટર વોર પાછળ મુખ્ય સુત્રધાર રૂત્વિજ જોષી હોવાનું ગતરોજ સામે આવ્યું છે. જે બાદ આજે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા ચૂંટણી લડવાની અનિચ્છા જાહેર કરવામાં આવી છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં હિટ એન્ડ રન કેસ છવાયો છે. લોકો જાત જાતની ટીખળ કરી હોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
કોણે કીધું હતું આરોપીને છોડાવવા જવાનું ?
એક યુઝર લખે છે કે, હવે આવા કામ ન કર્યા હોત તો ઉમેદવારી પાછી ના ખેંચવી પડતી, અન્ય લખે છે કે, ચાલો સરસ હવે હિટ એન્ડ રનનાં આરોપીઓને છોડાવવા નહિ જાય કોઇ નેતા, અન્ય એક યુઝર લખે છે કે, કોણે કીધું હતું આરોપીને છોડાવવા જવાનું ?. અન્ય યુઝર લખે છે કે, સારૂ થયું હવે કોઇ આરોપીને તમે પોલીસ સ્ટેશનમાંથી નહિ છોડાવી શકો. વધુમાં એક યુઝર લખે છે કે, હિટ એન્ડ રન કેસમાં વચ્ચે ના પડ્યા હોત તો આજે આ નોબત ના આવત.
કેટલાય સમયથી સાચવી રખાયેલો ઉભરો
આશ્ચર્યની વાત એ છે કે, કેટલાક યુઝર પોતાના નામ સાથે મોદી કા પરિવાર પણ જોડે છે. જેથી તેઓ પાર્ટી સાથે જ સંકળાયેલા છે. ત્યારે આજે તેમના દ્વારા આ પ્રકારની કોમેન્ટ કરવી મોટી વાત છે. તેમના મનમાં પણ કેટલાય સમયથી સાચવી રખાયેલો ઉભરો આજે સોશિયલ મીડિયામાં પ્રગટ થયો છે. અને તેઓ પણ કોઇ મોકાની જ શોધમાં હતા તેવું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --VADODARA : રંજનબેન ભટ્ટની અનિચ્છા બાદ ડો.જ્યોતિબેન પંડ્યાએ કહ્યું, “મોટા પરિવારમાં નિર્ણયો બદલવા પડે, THANK YOU”