BREAKING : વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે લોકસભાની ચૂંટણી લડવા અનઇચ્છા દર્શાવી
BREAKING : વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા લોકસભા - 2024 ની ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવવામાં આવી છે. ગતરાત સુધી તેઓ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા હતા.
ડો. જ્યોતિબેન પંડ્યાએ રંજનબેનની ટીકીટનો વિરોધ નોંધાવ્યો હતો
વડોદરાથી લોકસભાના સાંસદ તરીકે ભાજપ દ્વારા સતત ત્રીજી વખત રંજનબેન ભટ્ટને ટીકીટ આપવાની જાહેરાત આપતા પાર્ટીમાં વિરોધનો સુર શરૂ થયો હતો. પ્રથમ પાર્ટીના સિનિયર નેતા ડો. જ્યોતિબેન પંડ્યાએ રંજનબેનને સતત ત્રીજી વખત ટીકીટ આપવાની વાતનો વિરોધ કરતા મામલો શરૂ થયો હતો. ત્યાર બાદ પાર્ટીમાં અંદર ખાને ગણગણાટ શરૂ થયો હતો. તો બીજી તરફ રંજનબેન ભટ્ટ દ્વારા કાર્યકર્તાઓના સંમેલનોમાં હાજરી આપી પાછલી ચૂંટણી કરતા વધારે વોટ મેળવવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. આજે સવારે અચાનક રંજનબેન ભટ્ટ દ્વારા અંગત કારણોસર ચૂંટણી લડવા માટેની અનઇચ્છા ટ્વીટર પર શેર કરવામાં આવી છે.
જંગી કાર્યકરોની હાજરીમાં તેઓ સંમેલનમાં ઉપસ્થિત રહેતા હતા
રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટીકીટ મળતા તેમણે પાર્ટીએ તેમના પર મુકેલા ભરોસો વ્યક્ત કર્યો હતો. અને પાછલી લોકસભાની ચૂંટણી કરત વધારે મત સાથે જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારથી તેમને ટીકીટની જાહેરાત કરવામાં આવી ત્યારથી તેમણે પ્રચાર શરૂ કરી દીધો હતો. રોજ નવા વિધાનસભા મતવિસ્તારમાં જંગી કાર્યકરોની હાજરીમાં તેઓ સંમેલનમાં ઉપસ્થિત રહેતા હતા. અને સંબોધન કરતા હતા. આ ઘટનાક્રમ વચ્ચે ડો. વિજય શાહે મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમ પણ કહ્યું હતું, ક્યારે પાર્ટીએ નક્કી કરેલો ઉમેદવાર બદલાતો નથી. ત્યારે આજે અચાનક રંજનબેન ભટ્ટ દ્વારા ચૂંટણી લડવા અંગે અનઇચ્છા જાહેર કરતા હવે આગળ શું થાય છે તેના પર સૌની નજર રહેશે.
એક જ લાઇનમાં સંદેશો લખીને લોકસભા ચૂંટણી 2024 લડવાની અનઇચ્છા દર્શાવી
રંજનબેન ભટ્ટ દ્વારા તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર આ જાહેરાત કરી છે. તેમણે માત્ર એક જ લાઇનમાં સંદેશો લખીને લોકસભા ચૂંટણી 2024 લડવાની અનઇચ્છા દર્શાવી છે. અને તે અંગેનું કારણ અંતગ આપ્યું છે. તેમણે લખ્યું છે કે, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગતકારણોસર લોકસભા ચૂંટણી લડવાની અનઇચ્છા દર્શાવું છું. આ સંદેશ જાહેર થતા બાદ ટીકીટ વાંચ્છુઓ ગેલમાં આવી ગયા હોવાનું રાજકીય સુત્રો જણાવી રહ્યા છે.
પોસ્ટર વોરમાં કોંગ્રેસ પ્રમુખનું નામ સામે આવ્યું
તેમણે રજૂ કરેલી અનઇચ્છા બાદ પાર્ટી આગળ શું નિર્ણય જાહેર કરે તે જોવું રહ્યું. રંજનબેન ભટ્ટ ના વિરોધમાં તાજેતરમાં પોસ્ટર વોર પણ શરૂ થયા હતા. જેમાં કોંગ્રેસ પ્રમુખનું નામ સામે આવ્યું છે.
આ પણ વાંચો -- “મત આપશે મહેસાણા” ઝુંબેશને વેગવંતી બનાવાશે, મહિલા મતદાનની ભાગીદારી વધે તેવા પ્રયાસો કરાશે