Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : મરી માતાના ખાંચા બહાર ટ્રાફિકની સ્થિતિ સુધારવાનો પ્રયાસ

VADODARA : વડોદરા (Vadodara) ના મરીમાતાના ખાંચામાં (Mari Mata No Khacho) શહેરનું સૌથી મોટું મોબાઇલ બજાર ધમધમે છે. મરીમાતાના ખાંચામાં અને તેની બહાર ટ્રાફિકની સમસ્યા સ્થાનિકો માટે રોજનો વિષય બની છે. ત્યારે તાજેતરમાં સ્થાનિક દ્વારા આ અંગેની અરજી વડોદરા ટ્રાફિક...
12:59 PM Mar 27, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (Vadodara) ના મરીમાતાના ખાંચામાં (Mari Mata No Khacho) શહેરનું સૌથી મોટું મોબાઇલ બજાર ધમધમે છે. મરીમાતાના ખાંચામાં અને તેની બહાર ટ્રાફિકની સમસ્યા સ્થાનિકો માટે રોજનો વિષય બની છે. ત્યારે તાજેતરમાં સ્થાનિક દ્વારા આ અંગેની અરજી વડોદરા ટ્રાફિક પોલીસ (Vadodara Traffic Police) ની શાખામાં કરવામાં આવી હતી. જેના અનુસંધાને આજે ટ્રાફિક પોલીસ દ્વારા લારી ધારકોને જી પી એક્ટ અંતર્ગત મેમો આપવામાં આવી રહ્યો છે. જેને પગલે મરીમાતાના ખાંચા બહાર અડચણરૂપ લારી ધારકોએ હવે નવો વિકલ્પ શોધવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે.

અડચણરૂપ સ્થિતી સામે કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસમાં અરજી

વડોદરાના મરીમાતાનો ખાંચો અતિવ્યસ્ત વિસ્તારો પૈકી એક છે. અહિંયા મોટું મોબાઇલ લે-વેચ અને રીપેરીંગનું માર્કેટ આવેલું હોવાથી સતત લોકોની અવર-જવર રહે છે. જો કે, મોટા મોબાઇલ બજારની સ્થિતી સ્થાનિકો માટે માથાનો દુખાવો બની છે. થોડાક સમય પહેલા રવિવારે રજાના દિવસે મોબાઇલની દુકાનો ચાલુ રાખવામાં આવતા સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવવામાં પણ આવ્યો હતો. જે બાદ સ્થાનિક દ્વારા મરીમાતાના ખાંચા બહાર અડચણરૂપ સ્થિતી સામે કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસમાં અરજી આપવામાં આવી હતી. જેના અનુસંધાને આજે ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અને અડચણરૂપ લાગી-ગલ્લા ધારકોને મેમો આપવામાં આવ્યા છે. આ મેમો નિયત સમયગાળામાં કોર્ટમાં જઇ ભરપાઇ કરવાના રહેશે.

મેમોમાં દર્શાવેલ સમયગાળામાં કોર્ટમાં દંડ ભરપાઇ કરવાનો

ટ્રાફિક પોલીસ મીડિયાને જણાવે છે કે, આજે રોડ સાઇડ પર લારી ઉભી રાખનાર લારી ધારકોને જીપી એક્ટનો એનસી મેમો આપવામાં આવી રહ્યો છે. જાહેર રોડ પર અથવા તો બાજુમાં લારી ઉભી રાખનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંગેની સ્થાનિકો દ્વારા અરજી આપવામાં આવી હતી. જેના અનુસંધાને અમે આજે મેમો આપી રહ્યા છે. મેમોમાં દર્શાવેલ સમયગાળામાં કોર્ટમાં દંડ ભરપાઇ કરવાનો હોય છે. જીપી એક્ટની 102, 103 મુજબ રસ્તા અને ફૂટપાથ પર લારી-ગલ્લા અડચણરૂપ હોય તો કાર્યવાહી થઇ શકે છે. ખાસ કરીને નાગરીક દ્વારા કરવામાં આવેલી અરજી અનુસંધાને કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ મરી માતાના ખાંચા બહારની બે લારી ધારકોને મેમો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો --VADODARA : શંકાશીલ પતિ સહિત સાસરીયાથી પરિણીતા ત્રસ્ત, કહેતા “તારા પગલાં સારા નથી”

Tags :
areaCabinkhachomariMatamemonopoliceRoadsidetoTrafficVadodara
Next Article