Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પૈસાની લેવડ-દેવડમાં કાતર વડે હુમલો

VADODARA : વડોદરા (VADODARA) ના નવાપુરા પોલીસ મથક (NAVAPURA) માં જુના લેવડદેવડ અંગે મામલો બિચકતા બે પિતરાઇ ભાઇઓ પર કાતર વડે હુમલાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં નવાપુરા પોલીસ મથકમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે. અને વધુ કાયદેસરની...
vadodara   પૈસાની લેવડ દેવડમાં કાતર વડે હુમલો

VADODARA : વડોદરા (VADODARA) ના નવાપુરા પોલીસ મથક (NAVAPURA) માં જુના લેવડદેવડ અંગે મામલો બિચકતા બે પિતરાઇ ભાઇઓ પર કાતર વડે હુમલાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં નવાપુરા પોલીસ મથકમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે. અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ આ ઘટનામાં ઇજાગ્રસ્તને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

Advertisement

10 ટકા ગણી દર મહિને રૂ. 2 હજારની ચૂકવણી

નવાપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં ચિરાગભાઇ બાબુભાઇ પરમાર (ઉં. 39) (રહે. બકરાવાડી, રોહિત પોળ) જણાવે છે કે, તે લેડીઝ ટેલરીંગનું બુટીક ચલાવે છે. છ વર્ષ પહેલા કાકા-બાપાના ભાઇ કૈલાશભાઇ પરમાર (રહે. બકરાવાડી)ના નામે જિતેન્દ્ર હસમુખભાઇ ચાવડા (રહે. નાની શાક માર્કેટની પાછળ, જાંબુડી કુઇ, વડોદરા) પાસેથી રૂ. 20 હજાર લેવામાં આવ્યા છે. જે 10 ટકા ગણી દર મહિને રૂ. 2 હજાર લેખે આપે છે.

શા માટે તમે મારા ઘરે ગયા હતા !

ગત સાંજે સાત વાગ્યે જિતેન્દ્રભાઇ ચાવડા ભાઇના ઘરે નિકળતા પૈસા લેવા માટે જાય છે. પરંતુ ઘરે ન હતા. તેઓ નોકરીએથી પરત આવ્યા બાદ જિતેન્દ્રભાઇ ચાવડાની ટેલગીંરની દુકાને જાય છે. અને કહે છે કે, તમે ઘરે આવાની કેમ ગાળો બોલતા હતા. શા માટે તમે મારા ઘરે ગયા હતા, જે બાદ કૈલાશભાઇ અને જિતેન્દ્રભાઇ વચ્ચે બોલાચાલી થાય છે. અને ઝપાઝપી શરૂ થઇ જાય છે.

Advertisement

અટકાવવા જતા મામલો બિચકે

તેવામાં કૈલાશભાઇના માતા ગુલાબબેન વચ્ચે પડતા જિતેન્દ્રભાઇની પત્ની તેમને ધક્કો મારીને નીચે પાડી દે છે. જે બાદ અપમાનજનક શબ્દો બોતલા તેમને અટકાવવા જતા મામલો બિચકે છે. તેવામાં જિતેન્દ્રભાઇ દુકાનમાંથી કાતર લાવીને બંનેને મારવા જાય છે. જેમાં કૈલાશ બચી જાય છે. અને ચિરાગભાઇની કોણીએ કાતર વાગી જાય છે.

નિશીતને લોકો પકડી પાડે છે

જે બાદ જિતેન્દ્ર ચાવડા તેના છોકરા નિશીતને બોલાવતા તે આવી જાય છે. અને બેફામ બોલીને કાતર લઇ મારવા દોડે છે. ઘટનાને પગલે બુમાબુમ થઇ જતા લોકો એકત્ર થાય છે. અને નિશીતને લોકો પકડી પાડે છે. જે બાદ ઇજાગ્રસ્ત ચિરાગભાઇને લોહી નિકળતું હોવાથી તેઓને એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. સમગ્ર મામલે નવાપુરા પોલીસ મથકમાં જિતેન્દ્રભાઇ હસમુખભાઇ ચાવડા, તેઓના પત્ની અને પુત્ર નિશીત જિતેન્દ્રભાઇ ચાવડા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ તમામ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : રીઢા ચોરને પકડી 15 સાયકલો રિકવર કરતી ક્રાઇમ બ્રાન્ચ

Tags :
Advertisement

.