Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : જમીનમાં ગબ્બા બનાવી દારૂ સંતાડવાની તરકીબ નાકામ

VADODARA : વડોદરામાં વુડાના મકાનની દિવાલને અડીને જમીનમાં ગબ્બા કરીને દારૂ સંતાડવાની તરકીબ મકરપુરા પોલીસે (MAKARPURA POLICE STATION) નાકામ બનાવી દીધી છે. દારૂ સહિત બુટલેગરને દબોચી લેવામાં આવ્યો છે. સાથે જ એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ અગાઉ...
vadodara   જમીનમાં ગબ્બા બનાવી દારૂ સંતાડવાની તરકીબ નાકામ

VADODARA : વડોદરામાં વુડાના મકાનની દિવાલને અડીને જમીનમાં ગબ્બા કરીને દારૂ સંતાડવાની તરકીબ મકરપુરા પોલીસે (MAKARPURA POLICE STATION) નાકામ બનાવી દીધી છે. દારૂ સહિત બુટલેગરને દબોચી લેવામાં આવ્યો છે. સાથે જ એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ જમીનમાં ગબ્બા બનાવીને તેમાં દારૂ સંતાડવાની ચાલાકી પોલીસ ઉંધી પાડી ચુકી છે.

Advertisement

હેડ કોન્સ્ટેબલને બાતમી મળી

મકરપુરા પોલીસ મથક વિસ્તારમાં ટીમો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, તરસાલી બાયપાસ સ્મશાનની સામે આવેલા વુડાના મકાનમાં રહેતો અશોક ડાહ્યાભાઇ વાદી ઇંગ્લીશ દારૂનો ધંધો કરે છે. તેણે વુડામાં બ્લોક નં - 3 ના ધાબા પર તથા વુડાની દિવાલને અડીને આવેલી જમીનમાં ગબ્બાઓ બનાવીને ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે.

Advertisement

સ્થળ પર રેડ કરી

બાતમીના આધારે પોલીસ જવાનોએ સ્થળ પર રેડ કરી હતી. અને બંને જગ્યાએથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે મોટી કોટા સ્ટોન ટાઇલ્સ નીચે બનાવેલા મોટા ગબ્બામાંથી પણ દારૂનો જથ્થો રીકવર કર્યો હતો. આ ઘટના અંગે મકરપુરા પોલીસ મથકમાં પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

એક વોન્ટેડ જાહેર

આ કાર્યવાહીમાં પોલીસે અશોકભાઇ ડાહ્યાભાઇ (રહે. વુડાના મકાન, તરસાલી બાયપાસ) (મુળ રહે. કરાડાગામ, વાદી ફળિયુ, પંચમહાલ) ની ધરપકડ કરી છે. જ્યારે ધર્મેન્દ્ર ઉર્ફે શંભૂ કનીજા (રહે. સાંઇધામ સોસાયટી, તરસાલી) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

પોલીસ તેને નાકામ કરવામાં સક્ષમ

સુત્રોના જણાવ્યા અનુસાર, આ અગાઉ પણ વડોદરામાં જમીનમાં ગબ્બા બનાવીને દારૂ સંતાડવાની તરકીબનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. દારૂ સંતાડવા માટે બુટલેગરો ગમે તેટલી ચાલાકી કરે પરંતુ પોલીસ તેને નાકામ કરવામાં સક્ષમ છે તે ઉપરોક્ત કિસ્સા પરથી જણાઇ આવે છે.

આ પણ વાંચો -- VADODARA : “એક કિલો RDX લઇને ઉભો છું”, કંટ્રોલરૂમમાં ફોન આવતા પોલીસ દોડી

Tags :
Advertisement

.