VADODARA : મદ્રાસ ભવન રેસ્ટોરેન્ટનું રસોડું ગંદકીનું ઘર
VADODARA : વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલ મદ્રાસ ભવન (VADODARA - MADRAS BHAVAN) રેસ્ટોરેન્ટમાં પાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં તપાસ કરતા બિન આરોગ્યપ્રદ સ્થિતી જણાઇ આવી હતી. આ સાથે જ વાસી ગ્રેવી, કન્ટેનરમાં ગંદકી જોવા મળી હતી. જેથી પાલિકા દ્વારા સંચાલકને શિડ્યુલ - 4 ની નોટીસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને રેસ્ટોરેન્ટ બંધ કરવા માટે મૌખીક જણાવવામાં આવ્યું છે.
અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા
વડોદરામાં લોકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને પાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા સતત ચેકીંગ, સેમ્પલીંગની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. સેમ્પલના લેબ ટેસ્ટ આવ્યા બાદ સંચાલકો સામે વધુ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે તાજેતરમાં પાલિકાની ટીમ દ્વારા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી મદ્રાસ ભવન રેસ્ટોરેન્ટમાં પાલિકાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. રેસ્ટોરેન્ટના રસોડામાં ગંદકી જોઇને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે ખાદ્ય પદાર્થોના નમુના લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સાથે જ સંચાલકોને રેસ્ટોરેન્ટ બંધ રાખવા માટે મૌખીક સુચન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
શિડ્યુલ - 4 ની નોટીસ
પાલિકાના ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફીસર મનીષા શાહ જણાવે છે કે, આજે નિઝામપુરા આશાપુરા સ્કવેર ખાતે મદ્રાસ ભવન રેસ્ટોરેન્ટમાં ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જ્યાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળી છે. કન્ટેનર બિલકુલ સાફ જોવા મળ્યા નથી. ફ્રિજમાં મુકેલા ખોરાકને ઢાંકીને રાખવામાં આવ્યો નથી. તેમને શિડ્યુલ - 4 ની નોટીસ પાઠવવામાં આવનાર છે. તેમને રેસ્ટોરેન્ટ બંધ કરવા માટે મૌખીક જાણકારી આપવામાં આવી છે. અહિંયાથી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. લેબના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
આ પણ વાંચો -- VADODARA : સરદાર ભુવનના ખાંચામાં ગેરકાયદેસર દબાણો પર પાલિકાની તવાઇ