Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : મતગણતરી માટે 500 ઉપરાંત કર્મચારીઓ તાલીમબદ્ધ

VADODARA : વડોદરા સંસદીય મતવિભાગની (VADODARA LOKSABHA SEAT) મત ગણતરી (VOTE COUNTING) આગામી તા. ૦૪/૦૬/૨૦૨૪ ને મંગળવારના રોજ શહેરના પોલિટેકનિક કોલેજ કેમ્પસ ખાતે હાથ ધરવામાં આવશે. મત ગણતરીની કામગીરીમાં વિવિધ ૫૦૦ ઉપરાંત કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. નાયબ જિલ્લા ચૂંટણી...
06:26 PM May 29, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા સંસદીય મતવિભાગની (VADODARA LOKSABHA SEAT) મત ગણતરી (VOTE COUNTING) આગામી તા. ૦૪/૦૬/૨૦૨૪ ને મંગળવારના રોજ શહેરના પોલિટેકનિક કોલેજ કેમ્પસ ખાતે હાથ ધરવામાં આવશે. મત ગણતરીની કામગીરીમાં વિવિધ ૫૦૦ ઉપરાંત કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે આ કામગીરી માટે અધિકારીઓને વડોદરા લોકસભા ( (VADODARA LOKSABHA SEAT)) મતવિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા તેમજ વાઘોડીયા વિધાનસભા મતવિભાગ (WAGHODIA SEAT BY ELECTION) ની પેટા ચૂંટણી સંદર્ભે નિમણૂક કરવામાં આવેલ મત ગણતરી સુપરવાઈઝર, મદદનીશ સુપરવાઈઝર, માઈક્રો ઓબ્ઝર્વર તેમજ પોસ્ટલ બેલેટની ગણતરી માટે નિમણૂક પામેલા અધિકારી-કર્મીઓને આજે શહેરના સયાજીનગર ગૃહ ખાતે તાલીમ આપવામાં આવી હતી.

તાલીમબદ્ધ કરવામાં આવ્યા

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે મત ગણતરી સ્ટાફને કરવાની થતી કામગીરી અને જવાબદારીઓ અંગેનું વિસ્તૃત માર્ગદર્શન પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મત ગણતરી માટે ૧૧૯ મત ગણતરી સુપરવાઈઝર, ૧૧૯ મદદનીશ સુપરવાઈઝર અને ૧૧૯ માઈક્રો ઓબ્ઝર્વર તેમજ પોસ્ટલ બેલેટની ગણતરી માટે ૧૧૬ જેટલા અધિકારી-કર્મીઓની નિમણૂક કરવામાં આવી છે. આ તમામને આજે તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિત મત ગણતરી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

તંત્ર મતગણતરીના કામે જોતરાયું

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. બંને ચૂંટણી અંગેની મતગણતરી એક જ દિવસે હાથ ધરવામાં આવનાર છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજ્યા બાદ હવે જિલ્લા ચૂંટણી તંત્ર મતગણતરીના કામે જોતરાયું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, 4, જુનના રોજ વહેલી સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો -- VADODARA : પાલિકાની કચેરીએ ફાયર સિસ્ટમ “અપગ્રેડ” કારઇ

Tags :
CountingElectionLokSabhaofOfficerTrainingUnderwayVadodaraVidhansabhaVote
Next Article