VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારની યશકલગીમાં મોરપીંછ ઉમેરાયું
VADODARA : વડોદરાના લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ (VADODARA LOKSABHA SEAT BJP CANDIDATE DR. HEMANG JOSHI) જોશીની યશકલગીમાં એક મોરપીંછ ઉમેરાયું હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં વિશ્વસ્તરીય સંસ્થા DNV તરફથી વિવિધ માનકોને સિદ્ધ કરતા તમામ સ્ટાન્ડર્ડસ ના સંયુક્ત ઇન્ટર્નલ ઓડીટર તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. આ અંગે તેમણે વિસ્તૃત તાલીમ મેળવ્યા બાદ પરીક્ષામાં સર્વાધીક ગુણાંક સાથે ઉત્તિર્ણ થયા હોવાનું સામે આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, 4, જુનના રોજ લોકસભાની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. અને વડોદરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર માટે જીતવું સૌથી આસાન માનવામાં આવી રહ્યું છે.
ઇન્ટર્નલ ઓડીટર તરીકે નિયુક્તિ
વડોદરા લોકસભા બેઠક પર ભાજપે યુવા ઉમેદવાર ડો. હેમાંગ જોશીને ઉતાર્યા છે. તેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના પુર્વ અધ્યક્ષ (I/C) તરીકે પણ ફરજ નિભાવી ચુક્યા છે. તાજેતરમાં DNV તરફથી વિવિધ માનકોને સિદ્ધ કરતા તમામ સ્ટાન્ડર્ડ્સના સંયુક્ત ઇન્ટર્નલ ઓડીટર તરીકે તેમને નિયુક્તિ આપવામાં આવી છે. આમ, તેમની યશકલગીમાં એક મોરપીંછ વધુ ઉમેરાયું છે.
સર્વાધીક ગુણાંકથી ઉત્તીર્ણ
DNV (Det Norske Veritas) એ એક નોર્વે ની સંસ્થા છે, આ સંસ્થા આંતર્રાષ્ટ્રીય સ્તરે તમામ ટોચ ના કાર્યસ્થળો પર વિવિધ સ્ટાન્ડર્ડસ જેવા કે સેફ્ટી, એન્વાયરમેન્ટ, ક્વોલિટી તથા મેનેજમેન્ટ ને લગતા ISO 9001:2015, ISO 14001:2015 તથા ISO 45001:2018. ની વિસ્તૃત તાલીમ મેળવી પરીક્ષા માં સર્વાધીક ગુણાંકથી ઉત્તીર્ણ થઈ પ્રમાણપત્ર મેળવેલ છે.
ત્રણ મુખ્ય ધોરણોને આવરી લે છે
DNV (Det Norske Veritas) ઇન્ટરનલ ઑડિટર સર્ટિફિકેટ કોર્સ એક જટીલ તાલીમી કાર્યક્રમ છે, જે વ્યક્તિઓને વિવિધ મેનેજમેન્ટ સિસ્ટમ્સ ધોરણો માટે આંતરિક ઓડિટ કરવાનો જરૂરી કુશળતા પ્રદાન કરે છે. આ કોર્સ સામાન્ય રીતે ત્રણ મુખ્ય ધોરણોને આવરી લે છે: ISO 9001 (ગુણવત્તા મેનેજમેન્ટ), ISO 14001 (પર્યાવરણ મેનેજમેન્ટ), અને ISO 45001 (વ્યવસાયિક આરોગ્ય અને સુરક્ષા મેનેજમેન્ટ). અત્રે નોંધનીય છે કે, 4, જુનના રોજ લોકસભાની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. અને વડોદરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર માટે જીતવું સૌથી આસાન માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : SSG હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ