Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ભાજપ-કોંગ્રેસના લોકસભા ઉમેદવાર સામસામે આવતા ખેલદિલી છલકાઇ

VADODARA : વડોદરામાં લોકસભાની (LOKSABHA 2024) ચૂંટણીનો માહોલ દિવસેને દિવસે જામી રહ્યો છે. ત્યારે આજે ભાજપ કોંગ્રેસ (BJP - CONGRESS) ના નેતાઓ એક પ્રસંગે સામ સામે આવી ગયા હતા. સામાન્ય રીતે એકબીજાની પાર્ટીની કાર્યશૈલી, કામો અંગે લોકો વચ્ચે ટીપ્પણી કરતા...
vadodara   ભાજપ કોંગ્રેસના લોકસભા ઉમેદવાર સામસામે આવતા ખેલદિલી છલકાઇ

VADODARA : વડોદરામાં લોકસભાની (LOKSABHA 2024) ચૂંટણીનો માહોલ દિવસેને દિવસે જામી રહ્યો છે. ત્યારે આજે ભાજપ કોંગ્રેસ (BJP - CONGRESS) ના નેતાઓ એક પ્રસંગે સામ સામે આવી ગયા હતા. સામાન્ય રીતે એકબીજાની પાર્ટીની કાર્યશૈલી, કામો અંગે લોકો વચ્ચે ટીપ્પણી કરતા ઉમેદવાર સામસામે આવતા એકબીજાને હસતા મોંઢે આવકાર આપ્યો હતો. જેને લઇને લોકોને નેતાઓની ખેલદિલીનો અહેસાસ જાહેરમાં થયો હતો.

Advertisement

નેતાઓની ખેલદિલીનો પરચો જોયો

વડોદરા (VADODARA) સહિત ગુજરાતભર (GUJARAT) માં ભાજપનું શાસન છે. આ વખતે ભાજપ દ્વારા ગુજરાતની લોકસભાની 26 બેઠકો જીતીને હેટ્રીક મારવાની દિશામાં આગેકુચ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ (CONGRESS) ને લોકસભાની ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કરે તેવી આશા છે. લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા ઉમેદવારોની નામની જાહેરાત બાદ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ભાજપના ઉમેદવારો માટે જંગી રેલીઓ અને સભાઓ યોજાઇ રહી છે. તો કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર હજી તો ચાલુ થયો છે. ત્યારે આજે એક તબક્કે બંને ઉમેદવારો સામસામે આવી ગયા હતા. પછી જે થયું તે સૌ કોઇએ નેતાઓની ખેલદિલીનો પરચો બતાવે તેવું છે.

હસીને એકબીજાને આવકાર આપ્યો

આજે ડો. બાબા સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે અકલાપુરી સર્કલ પર આવેલી પ્રતિમાને પુષ્પાંજલિ આર્પણ કરવાનો કાર્યક્રમ હતો. જેમાં ભાજપ, કોંગ્રેસના ઉમેદવારો સહિત સિનિયર આગેવાનો હાજર રહ્યા હતા. તેવામાં ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી અને કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જશપાલસિંહ પઢીયાર સામસામે આવ્યા હતા. બંનેએ હસીને એકબીજાને આવકાર આપ્યો હતો. અને હાથ મિલાવ્યા હતા. સાથે જ ટુંકો સંવાદ થયું હોવાનું પણ વિડીયોમાં જોઇ શકાય છે. જેને લઇને નેતાઓની ખેલદિલી તમામની સામે આવી હતી.

Advertisement

પ્રજા તેમને ક્યારે ચૂંટવાની નથી

આ તકે ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીએ જણાવ્યું કે, હું એવું માનું છું કે, આ વડોદરાના સંસ્કાર છે અને સંસ્કૃતી છે. ઉમેદવાર તો અમે 30 દિવસ માટેના છે. છેલ્લે આપણે આદર્શ નાગરિક તરીકે રહેવાનું છે. હું તેમને હરિફ ઉમેદવાર તરીકે નથી ગણતો. તમામ સેવા કરીને આગળ આવ્યા છીએ. તેમની પાર્ટીએ પ્રજાદ્રોહ એટલો કર્યો છે કે પ્રજા તેમને ક્યારે ચૂંટવાની નથી. પરંતુ માણસ તરીકે આપણે બીજા માણસને સારી રીતે જ મળવાનું હોય. અને વડોદરા આ કારણોથી જ સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો -- VADODARA : ખભે સ્કુલ બેગ લટકાવી કોઇ મદદ માંગે તો સાચવજો !

Advertisement

Tags :
Advertisement

.