Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર IIM ના વિદ્યાર્થી, નેતૃત્વના પાઠ શીખશે

VADODARA : વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી (VADODARA LOK SABHA BJP CANDIDATE DR. HEMANG JOSHI) દેશની દુનિયાભરમાં પ્રતિષ્ઠા પામી ચુકેલી ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (Indian Institute Of Management–Ahmedabad) ના વિદ્યાર્થી બન્યા છે.  આ વાતની જાણ...
vadodara   ભાજપના લોકસભા ઉમેદવાર iim ના વિદ્યાર્થી  નેતૃત્વના પાઠ શીખશે

VADODARA : વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી (VADODARA LOK SABHA BJP CANDIDATE DR. HEMANG JOSHI) દેશની દુનિયાભરમાં પ્રતિષ્ઠા પામી ચુકેલી ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (Indian Institute Of Management–Ahmedabad) ના વિદ્યાર્થી બન્યા છે.  આ વાતની જાણ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી છે.  સુત્રો જણાવે છે કે, તેઓ એક સપ્તાહ સુધી નેતૃત્વના પાઠ (Leadership Lessons ) ભણશે. તો બીજી તરફ લોકસભાની ચૂંટણી માટે 4 જૂનના મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. તેમના આ અનુભવનો વડોદરાને આવનાર સમયમાં ફાયદો થઇ શકે તેમ છે.

Advertisement

યશકલગીમાં એક મોરપીંછ વધુ ઉમેરાયું

વડોદરા લોકસભા બેઠક પર વર્ષોથી ભાજપના ઉમેદવાર જંગી બહુમતીથી જીતતા આવ્યા છે. આ વખતે ભાજપ દ્વારા યુવા ઉમેદવાર ડો. હેમાંગ જોશીના નામ પર મહોર મારી હતી. તેમણે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ વખતે તેમની રેકોર્ડ બ્રેક જીત નિશ્ચિત મનાય છે. અગાઉ DNV તરફથી વિવિધ માનકોને સિદ્ધ કરતા તમામ સ્ટાન્ડર્ડ્સના સંયુક્ત ઇન્ટર્નલ ઓડીટર તરીકે તેમને નિયુક્તિ આપવામાં આવી હતી. આમ, તેમની યશકલગીમાં એક મોરપીંછ વધુ ઉમેરાયું હતું.

Advertisement

લિડરશીપના પાઠ ભણશે

જે બાદ તાજેતરમાં તેઓ દેશની દુનિયાભરમાં પ્રતિષ્ઠા પામી ચુકેલી ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદના વિદ્યાર્થી બન્યા છે. તેઓ એક સપ્તાહ માટે લિડરશીપના પાઠ ભણશે. 4 જુને, મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. આ ચૂંટણીમાં તેમની જીત નિશ્ચિત મનાઇ રહી છે, ત્યાતે વડોદરાવાસીઓને ટુંક સમયમાં અનુભવી અને ભણેલું-ગણેલું નેતૃત્વ મળવા જઇ રહ્યું છે, તેમ કહેવું સહેજ પણ ખોટું નથી.

DNV વિશે ટુંક વિગત

DNV (Det Norske Veritas) એ એક નોર્વે ની સંસ્થા છે, આ સંસ્થા આંતર્રાષ્ટ્રીય સ્તરે તમામ ટોચ ના કાર્યસ્થળો પર વિવિધ સ્ટાન્ડર્ડસ જેવા કે સેફ્ટી, એન્વાયરમેન્ટ, ક્વોલિટી તથા મેનેજમેન્ટ ને લગતા ISO 9001:2015, ISO 14001:2015 તથા ISO 45001:2018. ની વિસ્તૃત તાલીમ મેળવી પરીક્ષા માં સર્વાધીક ગુણાંકથી ઉત્તીર્ણ થઈ પ્રમાણપત્ર મેળવેલ છે.

Advertisement

ત્રણ ધોરણો આવરી લે છે

DNV (Det Norske Veritas) ઇન્ટરનલ ઑડિટર સર્ટિફિકેટ કોર્સ એક જટીલ તાલીમી કાર્યક્રમ છે, જે વ્યક્તિઓને વિવિધ મેનેજમેન્ટ સિસ્ટમ્સ ધોરણો માટે આંતરિક ઓડિટ કરવાનો જરૂરી કુશળતા પ્રદાન કરે છે. આ કોર્સ સામાન્ય રીતે ત્રણ મુખ્ય ધોરણોને આવરી લે છે: ISO 9001 (ગુણવત્તા મેનેજમેન્ટ), ISO 14001 (પર્યાવરણ મેનેજમેન્ટ), અને ISO 45001 (વ્યવસાયિક આરોગ્ય અને સુરક્ષા મેનેજમેન્ટ).

આ પણ વાંચો -- VADODARA : બિયારણ અને ખાતરનો રૂ. 1.24 કરોડનો જથ્થો અટકાવાયો, 11 ને નોટીસ

Tags :
Advertisement

.